મસ્કત,તા.૨૦
ઓમાનની એક કંપનીમાં કામ કરી રહેલા રાહુલ ચેરુ પલાયટ્ટૂએ કેરળના પૂર પીડિતોને લઇને સોશિયલ મીડિયામાં અસંવેદનીશીલ કોમેન્ટ કરી છે. કોમેેન્ટ બાદ રાહુલને કંપનીએ સસ્પેન્ડ કરી દીધો છે. મૂળ કેરળનો રાહુલ યુએઇની કંપનીની લુલુ ગ્રુપ ઓફ ઇન્ટરનેશનલમાં કેશિયરના પદ પર કાર્યરત હતા. કંપનીના માલિક પણ મૂળ કેરળથી છે. તેઓને પૂર પીડિતો માટે ૧૭.૫ કરોડ રૂપિયા દાનમાં આપ્યા હતા.
હકીકતમાં એક વ્યક્તિએ કેરળ પૂર પીડિતોને સેનેટરી નેપ્કિનની જરૂર છે કે, નહીં તે અંગેની પૂછપરછ કરતી પોસ્ટ કરી હતી. જેમાં રાહુલે કોમેન્ટ કરી હતી કે, ‘શું લોકોને કોન્ડોમની પણ જરૂરી છે?’
રાહુલની આ મજાકના કારણે લોકોએ રોષ વ્યક્ત કર્યો હતો અને તેની કંપનીએ તેને નોકરીમાંથી કાઢી મુક્્યો હતો.
ખલીજ ટાઇમ્સ અનુસાર, કંપનીના એચઆર મેનેજર નસ્ર મુબારક સલેમ અલ માવલી તરફથી મોકલવામાં આવેલા પત્રમાં કહેવામાં આવ્યું કે, તમારી સેવાઓને તત્કાળ પ્રભાવથી ખતમ કરવામાં આવે છે.
(જી.એન.એસ.)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



