નિકાસને પ્રોત્સાહન આપતી ભારતની યોજનાઓ વિરુદ્ધ અનેક દેશો ડબલ્યુટીઓમાં એક થયા

0
53

જિનિવા,તા.૨૦
નિકાસને પ્રોત્સાહન આપતી ભારતની યોજનાઓ વિરુદ્ધ અમેરિકાના વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન (ડબ્લ્યુટીઓ)માં યુરોપિયન યુનિયન, ચીન, જાપાન જેવા કેટલાય દેશોએ ફરિયાદ કરી છે. આ દેશો આ વિવાદમાં ત્રાહિત પક્ષકાર તરીકે સામેલ થયા છે.
અમેરિકાએ ડબ્લ્યુટીઓમાં ભારતની લગભગ તમામ એક્સપોર્ટ પ્રમોશન સ્કીમને પડકાર ફેંક્્યો છે. અમેરિકાએ એગ્રીમેન્ટ ઓફ સબસિડીઝ એન્ડ કાઉન્ટર વેલિંગ મેજર્સ (એએસસીએમ)ને ટાંકીને જણાવ્યું છે કે આ યોજનાઓના કારણે તેના કર્મચારીઓને નુકસાન થશે.
અમેરિકાએ આ સબસિડીની વેલ્યૂ સાત અબજ ડોલર બતાવી છે. આ મામલે માહિતગાર સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ વિવાદમાં ત્રાહિત પક્ષકારોની સંખ્યા ચિંતાજનક છે અને તેનાં ગંભીર પરિણામ આવી શકે છે.
પૂર્વ કોમર્સ સેક્રેટરી રીટા ટેવટિયાએ જણાવ્યું છે કે આ વિવાદમાં ભારતનો પરાજય થવાની શંકા છે. આ વિવાદમાં બ્રાઝિલ, મિસર, કેનેડા, દક્ષિણ કોરિયા, શ્રીલંકા, તાઇવાન જેવા દેશો ત્રાહિત પક્ષકાર બન્યા છે.

(જી.એન.એસ.)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY