ફિલ્મ ભારતના આબુધાબી શિડ્યૂલની પૂર્ણાહૂતિ,કેટરિનાએ કરી જાહેરાત

0
160

મુંબઈ,તા.૧૭
માતબર ફિલ્મ સર્જક અલી અબ્બાસ ઝફરની આગામી ફિલ્મ ભારતના અબુ ધાબી ખાતેના શિડયુલની સરસ રીતે પૂર્ણાહુતિ થઇ ગઇ હોવાની ઔપચારિક જાહેરાત કરાઇ હતી.
મોખરાની અભિનેત્રી અને ભારતની હીરોઇન કેટરિના કૈફે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં આ જાહેરાત કરી હતી. અત્યાર અગાઉ આ ફિલ્મના માલ્ટા અને મુંબઇ શિડયુલ્સ સમયસર પૂરાં થયાં હતાં.
સુલતાન અને ટાઇગર જિંદા હૈ પછી અલી અબ્બાસ અને સલમાનની આ ત્રીજી ફિલ્મ સાથે છે. આ ફિલ્મમાં સલમાન ખાનને સોળ સત્તર વર્ષના ટીનેજરથી માંડીને ૭૫ વર્ષના જૈફ સુધીના તબક્કામાં રજૂ કરાયો હોવાની જાહેરાત કરાઇ હતી. કેટરિના કૈફ ઉપરાંત દિશા પટની આ ફિલ્મમાં સલમાન ખાનની બહેનનો રોલ કરે છે.
અત્યાર અગાઉ સલમાને મોટે ભાગે એક્શન ફિલ્મો કરી હતી. આ ફિલ્મથી એની ઇમેજ બદલીને દેશપ્રેમીની થાય એવી શકયતા છે. ૧૯૬૦ના દાયકામાં મનોજ કુમાર એની ફિલ્મોમાં દેશભક્ત તરીકે રજૂ થયો હતો અને એના પાત્રનું નામ ભારત રાખવામાં આવ્યું હતું. તાજેતરના ભૂતકાળમાં અક્ષય કુમાર અને પોખરણ જેવી ફિલ્મો દ્વારા જ્હાન અબ્રાહમે દેશપ્રેમીનો રોલ કર્યો હતો. હવે સલમાન એ દિશામાં જઇ રહ્યો છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY