કોટામાં ૨.૫ લાખ લોકો સાથે યોગ કરીને બાબા રામદેવે વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો

0
11

કોટા,તા.૨૦
રાજસ્થાનના કોટા શહેરમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે મુખ્યપ્રધાન વસુંધરા રાજે અને યોગગુરુ બાબા રામદેવની હાજરીમાં ૨.૫૦ લાખ લોકોએ એક સાથે યોગાસનો કરીને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન પ્રાપ્ત કર્યું હતું. અત્રે ત્રણ દિવસીય રાજ્યસ્તરિય યોગ શિબિરનો મુખ્ય સમારોહ આજે આરએસી ગ્રાઉન્ડમાં યોજવામાં આવ્યો હતો.
અત્યાર સુધી એક જ સ્થળે સૌથી વધુ લોકોના યોગ કરવાનો રેકોર્ડ મૈસૂરના નામે હતો. ગઈ સાલ મૈસૂરમાં એક સાથે ૫૫,૫૦૬ લોકોએ યોગાસનો કર્યાં હતાં.
આ સમારોહમાં યોગગુરુ બાબા રામદેવે યોગાસનો કરાવ્યાં હતાં. તેમની સાથે લાખો લોકોએ યોગાસનો કર્યાં હતાં. આ દરમિયાન મુખ્યપ્રધાન વસુંધરા રાજેએ પણ મંચ પર બાબા રામદેવ સાથે યોગાસનો કર્યાં હતાં. આ અગાઉ કાર્યક્રમમાં પહોંચેલા સીએમ વસુંધરા રાજેએ બાબા રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણના આશીર્વાદ લીધા હતા ત્યાર બાદ આચાર્ય બાલકૃષ્ણએ શૌર્યનાં પ્રતીક તરીકે તલવાર ભેટ આપી હતી.
ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ માટે પાંચ સ્તરે યોગ કાર્યક્રમમાં ભાગ લેનારા લોકોની ગણતરી થઈ હતી. આ માટે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડની ટીમ ખાસ લંડનથી આવી હતી. ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડના બે જજ લંડનથી ખાસ કોટા આવ્યા હતા.

(જી.એન.એસ)

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY