સુરત:
સતત લાંબી સ્પીચનો વર્લ્ડ રેકોર્ડ સુરતના નામે જ છે ત્યારે હવે એક નવા પ્રકારનો સ્પીચનો રેકોર્ડ સુરતમાં બનવા જઇ રહ્યો છે. સુરતમાં વક્તા ૨૪ કલાકમાં ૨૭ જગ્યાએથી વક્તવ્ય આપીને આ રેકોર્ડ બ્રેક કરવા જઇ રહ્યા છે. ૨૩મી માર્ચે આ રેકોર્ડ સર્જાશે. લંડન કેમ્બ્રીજ યુનિવર્સિટીમાં પબ્લિ સ્પીકીંગ અને ટ્રેનીંગ ડિગ્રી લેનારા સુરતના પિયુષ વ્યાસ તા. ૨૩મી માર્ચે વહેલી સવારથી રેકોર્ડ સર્જવાના શ્રીગણેશ કરશે. ૨૪ કલાકમાં ૨૭ સ્થળોએ ન્યુ ઇન્ડિયા વિષય પર અલગ અલગ વક્તવ્ય આપશે. આ વિસ્તારોમાં વેસુ, સીટીલાઇટ, પીપલોદ, અઠવા, ભટાર, મજુરા અને ઘોડદોડનો સમાવેશ થાય છે. મોટીવેટર વક્તા પિયુષ વ્યાસે જણાવ્યું કે, ગીનીઝ બુકની ગાઇડ લાઇન મુજબ ૫૦ લોકો બેસી શકે એવી કેપીસીટી ધરાવતા હોલમાં જ વક્તવ્ય થઇ શકે. ખુલ્લી જગ્યામાં નહીં. તેથી શહેરના શાળા-કોલેજ કે સંસ્થાઓના ભવનમાં સ્પીચ થશે. ૧૫ થી ૨૦ મીનીટની સ્પીચ હશે અને એટલો જ સમય ટ્રાવેલીંગનો રહેશે. તેમના વિષયોમાં હાલની સમસ્યાઓને આવરી લેવાશે અને એ રીતે પોતાના વક્તવ્યથી તેઓ ન્યુ ઇન્ડિયામાં પોતાનો ફાળો આપશે. આ આખી ૨૪ કલાકની ઘટના વિડીયોમાં સતત શુટ થતી રહેશે. બાદમાં વિડીયોગ્રાફી ગિનીઝ બુકને મોકલવામાં આવશે.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861
"વંદે માતરમ ,ભારત માતાકી જય"