જેતપુર :- જેતપુર શહેરના ચાર ઉદ્યોગપતિઓ પાસે પોરબંદરની ગેંગના નામે ૬૦ લાખની ખંડણી માંગનાર જેતપુરના જ બે શખ્સોને પોલીસે મોબાઇલ ડિટેઇલના આધારે ઝડપી લીધા
ઔદ્યોગિક શહેર જેતપુરમાં હજુ થોડા દિવસો પહેલાં જ પોરબંદરની ગેંગ દ્વારા ઉદ્યોગપતિઓ પાસે ખંડણી માંગવાની ફરિયાદો બાદ ડરના માહોલ વચ્ચે ઉદ્યોગપતિઓ દ્વારા શહેરના તમામ કારખાનેદારોની બેઠક બોલાવેલ ત્યાર બાદ ખંડણી માંગનાર તમામ આરોપીઓ સામે કડક હાથે કામગીરી લેવાની સરકારની સૂચનાથી પોરબંદરની ગેંગના ખંડણીખૉરૉ જેતપુર શહેરમાં ક્યાંય દેખાતા ન હતા કે કોઈ ઉદ્યોગપતિને ખંડણી માટેનો ફોન કરતા ન હતા એવામાં ગત તારીખ ૧૭-૧૦ના રોજ શહેરના એક કારખાનેદાર કીર્તિભાઈ પરસોતમભાઈ છાંટબારને તેઓના મોબાઇલ નંબર પર ૯૫૭૪૮ ૮૬૯૯૩ નંબર પરથી ફોન આવેલ કે હું પોરબંદરથી ઓડેદરા બોલું છું તું મોટો ઉદ્યોગપતિ છો અને તારે જો શાંતિથી જીંદગી પસાર કરવી હોય તો ૧૫ લાખ રૂપિયા આપવા પડશે જેથી કીર્તિભાઈ ગભરાઈ ગયા અને સિટી પોલીસ સ્ટેશને આવીને પોલીસને તમામ વાત કરતા પોલીસે તેઓ પાસેથી ખંડણી માંગવાની અરજી લીધેલ પરંતુ શહેરના બીજા ઉદ્યોગપતિઓ પાસેથી પણ કીર્તિભાઈને જે મોબાઇલ નંબર પરથી ફોન આવેલ તે નંબર પરથી જ ફોન કરીને ૧૫લાખની ખંડણી માંગ્યાની રાજુભાઇ કોટડિયા, મયુરભાઈ કવાભાઈ વેકરિયા અને જગદીશભાઈ સીતાપરાએ પણ પોલીસને જણાવતાં પોલીસ પણ ગંભીર બનીને ઉદ્યોગપતિઓ સાથે દરરોજ સંપર્ક રાખીને અમો આરોપીઓને પકડી લઈશું તેવી બાંહેધરી આપી સાંત્વના આપતા હતા જેમાં પોલીસેને પકડવા છટકું ગોઠવ્યું અને છંટકા મુજબ ખંડણીખોરો પાસેથી સમય મર્યાદા વધારવાની માંગ ફરિયાદી કીર્તિભાઈએ કરેલ જે ખંડણીખોરોએ મંજૂર રાખેલ પરંતુ તે દરમિયાન પણ ખંડણીખોરો કીર્તિભાઈને ફોન કર્યા રાખતા જેનું લોકેશન અમદાવાદ, કુતિયાણા પાસેના વાડાસડા તેમજ ડુમિયાણી ગામ પાસેનું આવતા પોલીસને પણ પોરબંદરની ગેંગ જ કદાચ હોય તેવું લાગવા માંડ્યું હતું જેમાં ખંડણીખોરોએ કીર્તિભાઈને ખંડણીના પૈસા કુતિયાણા પાસેના વાડાસડા ગામ પાસે હાઇ વે પર એક કેરીના બોક્ષમાં મુકી દેવાનું જણાવેલ અને પૈસા લઈને ડ્રાઇવરને મોકલવાનું જણાવેલ જેમાં પોલીસે ડ્રાઈવર તરીકે પોતાની જ ટીમના એક કોન્સ્ટેબલને મોકલેલ પરંતુ પૈસા મૂક્યા નહીં જેથી ખંડણીખૉરૉ ગુસ્સે ભરાયા અને કીર્તિભાઈને ધમકીઓ આપવા લાગ્યા આટલા દિવસોમાં પોલીસને પણ ખંડણીખૉરૉનું લોકેશન મળી ગયું અને તેઓની ઓળખાણ પણ થઈ જતા પોલીસે પોરબંદરની ગેંગના નામે ખંડણી માંગવાના ગુન્હામાં વડાલ ગામનો પિયુષ શૈલેષ દોંગા કે જે જેતપુર શહેરના જુનાગઢ રોડ પર ઓમ સર્વિસ સ્ટેશન નામે વાહનો ધોવાનું કામ કરે છે અને તે ઘોડિપાસાનો જુગાર રમવાની આદત ધરાવતો હોય તેમાં તેના પર પાંચેક લાખ રૂપિયાનો કરજો થઈ ગયેલ હોવાથી તેને કરજો ઉતારવા ખંડણી માંગવાનો વિચાર આવ્યો અને તેના સર્વિસ સ્ટેશને વાહનો ધોવડાવવા આવતા ઉદ્યોગપતિઓને તે સારી રીતે ઓળખતો હોય અને તેઓના મોબાઇલ નંબર પણ તેની પાસે હોવાથી પિયુષે આ ઉદ્યોગપતિઓ પાસેથી ખંડણી માંગવાનો નિર્ણય લીધો જેમાં તેમાં તેણે ઉદ્યોગપતિઓ પાસેથી ફોન કરીને ખંડણી માંગવામાં પોતાનો મિત્ર કે જે મેટાડોર ચલાવે છે અને જેતપુરમાં જ રહે છે તે કિશોર અરજણ રબારીનો સાથ લીધો અને કિશોરને ખંડણીની પચાસ ટકા રકમ ભાગમાં આપવાનું જણાવેલ જેથી બંને સાથે મળીને ઉદ્યોગપતિઓ પાસેથી ખંડણી માંગી જે ગુન્હા સબબ જેતપુર પોલીસે બંનેની ધરપકડ કરી હતી
ફોટોતસ્વીર
એજાજ બોઘાણી
જેતપુર
9825247739
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



