સુરત, તા.૩૦
ડે.કમિશનર હેલ્થ અને હોસ્પિટલ અને ડેઝીગ્નેટેડ ઓફિસરની સૂચના તથા સીધા માર્ગદર્શન હેઠળ ઉનાળાની સીઝનને ધ્યાને રાખી તા.૨૯-૪-૨૦૧૯ના રોજ અત્રેના ફુડ સેફ્ટી ઓફિસરો દ્વારા સુરત શહેર વિસ્તારમાં આવેલ મસાલાના માંડવાઓમાં મસાલાનું વેચાણ કરતી સંસ્થાઓની સ્થળ તપાસ કરી મરી મસાલાના કુલ ૧૬ નમૂના લઈ પૃથ્થકરણ સારૂં લેબોરેટરીમાં મોકલી આપવામાં આવેલ છે. જેના રિપોર્ટ આવ્યેથી આગળની કાર્યવાહી કરવામાં આવશે. સરથાણા, અડાજણ, આનંદ મહલ રોડ, ઉધના ગામ તથા કામરેજ રોડ પર આવેલા મરચા ફાર્મમાં આરોગ્ય તંત્ર દ્વારા તપાસ કરાઈ છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



