માનવ જ્યોત સંસ્થા અને કચ્છ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા કચ્છમાં મળી આવેલ ૨૨ માનસિક દિવ્યાંગોને પરત તેમના વતનમાં મોકલાયા
ભુજ કચ્છ: આજરોજ માનવ જ્યોત સંસ્થા અને જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા રામદેવ આશ્રમ પાલારા ખાતેથી ૨૨ જેટલા માનસિક દિવ્યાંગોની દિવાળી સુધારીને પરત તેમના વતનમાં પરિવારજનો પાસે મોકલવામાં આવ્યા છે. રામદેવ આશ્રમમાં ૨૨ જેટલા માનસિક દિવ્યાંગોને સારવાર બાદ બરાબર થઈ ગયા બાદ તેમને પૂછપરછ કરતા અને તપાસ કરતાં તેમના પરિવારજનો વતનનો સરનામું મેળવીને આજરોજ મૂળ તેમના વતનમાં પરત મોકલવામાં આવ્યા છે. માનવ જ્યોત સંસ્થાની બહેનો દ્વારા ૨૨ માનસિક દિવ્યાંગોને કુમકુમનું તિલક કરીને સારો જીવન જીવવા માટે શુભેચ્છાઓ પાઠવી હતી. કોઈક માનસિક દિવ્યાંગો છેલ્લા એક,બે,આઠ કે દસ મહિનાથી આશ્રમમાં સારવાર મેળવી રહ્યા છે. મનો ચિકિત્સક માનસિક આરોગ્ય હોસ્પિટલના ડો.મહેશ તીલવાણી ખૂબજ સારી સારવાર જેના કારણે માનસિક દિવ્યાંગો સ્વસ્થ થઈ ગયા છે.૧૧ રાજ્યો સુધી તેમના નામ અને સરનામું શોધમાં આવ્યા છે. જ્યારે ૨૨ જેટલા માનસિક દિવ્યાંગો પરત પોતાના વતન જાય છે ત્યારે માનવ જ્યોત સંસ્થાને ખૂબ જ આનંદની લાગણી વ્યક્ત કરી છે. માનવ જ્યોત સેવા સંસ્થાના માનસિક દિવ્યાંગો જ્યાં પણ જોવા મળે તો તેમને ગાડી દ્વારા રામદેવ આશ્રમ પાલારા ખાતે લઈ જવામાં આવે છે ત્યારે બાદ તેમને સારી સારવાર,રહેવા તથા જમવાની સુવિદ્યા પણ આપવામાં આવે છે.ત્યારબાદ ગુલામભાઈ મોતા અને માનવ જ્યોત સંસ્થાના કાર્યકરો દ્વારા તેમના નામ અને સરનામુ શોધવામાં આવે છે. માનસિક દિવ્યાંગોને ભુજથી લઈને અલગ અલગ રાજ્યો સુધી અલગ-અલગ ગામ સુધી અને તેમના ઘર સુધી મૂકવાનું કામ શ્રદ્ધા ફાઉન્ડેશન આ સંસ્થા સાથે જોડાઈને સુંદર કામગીરી કરી રહી છે. માનવ જ્યોત સંસ્થાના પ્રમુખ મુનવર ભાઈ પ્રબોધ કચ્છના કોઈ પણ વિસ્તારમાં આવા દિવ્યાંગોની જાણ થતા તાત્કાલીક ત્યાં પહોંચી જાય છે.
આ કાર્યક્રમમાં કચ્છ યુનિવર્સિટીના કુલપતિ ચંદ્રસિંહ જાડેજા,જોરાવરસિંહ રાઠોડ,દિલીપભાઈ અજાણી, માનવ જ્યોત સંસ્થાના પ્રમુખ મુનવરભાઈ પ્રબોધ,સભુભાઈ જોશી,ગુલામભાઈ મોતા, કચ્છ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના સચિવ ડી.બી.ગોહિલ,જેન્તીભાઇ જોશી,અનિલભાઈ ગોર વગેરે જોડાયા હતા સાથોસાથ દિલથી આશીર્વાદ અને શુભેચ્છાઓ માનસિક દિવ્યાંગોને પાઠવી હતી.
ગૌતમ બુચિયા
9714065405
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




