ખાશોગીની ગળું કાપીને હત્યા કરી દેવામાં આવી છે : રિપોર્ટ

0
11

અંકારા,તા.૧૭
સાઉદી અરબના પત્રકાર ખાશોગીના ભેદી સંજાગોમાં ગુમ થવા મામલે રોજ નવા ફણગા ફૂટી રહ્યા છે. આ મામલે તૂર્કીએ સાઉદી ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનના નજીકના શખ્સ પર શંકા વ્યકત કરી છે. મીડિયાના રિપોટ્‌ર્સ મુજબ અન્ય ત્રણ સંદિગ્ધ પ્રિન્સ મોહમ્મદની સુરક્ષા સાથે જાડાયેલા છે જ્યારે પાંચમો શખ્સ ઉચ્ચ સ્તરીય ફોરેન્સિક ડોક્ટર છે. એક રિપોર્ટ મુજબ ખાશોગીની ગળું કાપીને હત્યા કરી દેવામાં આવી હોવાની આશંકા છે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે ફેશિયલ રેક્ગનિશન દ્વારા આ મામલે સંદિગ્ધોની તપાસ કરાઇ રહી છે. જેમાં પહેલા સંદિગ્ધ મેહર અબ્દુલ અઝીઝ મુતરેબ છે જે એક ડિપ્લોમેટ છે, જેને ૨૦૦૭માં લંડનમાં સાઉદી અરબ દૂતાવાસમાં મોકલાયા હતા. મુતરેબને પ્રિન્સ સલમાનની સાથે વિમાનમાંથી ઉતરતો નજરે પડ્યો હતો. અલ-હરબી અને અલ-ઝહરાનીની ઓળખ સાઉદીના રોયલ ગાર્ડ તરીકે થઇ છે. પાંચમો સંદિગ્ધ અલ-તુબાઇગી છે જે એક ઓટોપ્સી નિષ્ણાત છે જેની ઓળખ તેના ટ્‌વીટર એકાઉન્ટ મારફતે સાઉદી સાયન્ટિફિક કાઉન્સિલ ઓફ ફોરેન્સિક તરીકે થઇ છે.
સૂત્રોના જણાવ્યા મુજબ, જમાલ ખાશોગીના રેકોર્ડીગમાં સામે આવ્યું છે કે, ઇસ્તામ્બુલના રિયાધ દૂતાવાસમાં તેમની પૂછપરછ કરાઇ હતી, આ દરમિયાન તેમના હાથની આંગળીઓને કાપી નખાઇ હતી. અને પછી તેમનું માથું ધડથી અલગ કરી દેવાયાના અહેવાલ છે.
તૂર્કીની સરકાર અને વોશિંગટન પોસ્ટેન અગાઉ આક્ષેપ કર્યો હતો કે, ખોશોગીને ઇસ્તનબુલમાં સ્થિત દૂતાવાસમાં જ હત્યા કરાઇ છે જાકે સાઉદી દૂતાવાસે આ અંગે ઇન્કાર કર્યો હતો.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY