અમદાવાદ,તા.૧૭
અમદાવાદના ૧૦ પીઆઈને નાયબ પોલીસ અધિક્ષક તરીકે પ્રમોશન અપાયા છે. જેઓને ગઈકાલે જ છૂટા કરી દેવાયા છે. અમદાવાદમાં મોટાભાગના પોલીસ સ્ટેશનમાં નવા પોલીસ ઇન્સપેક્ટરોની નિમણુંક પણ કરી દેવાઈ છે. અમદાવાદમાં પોલીસકર્મીઓ માટે આ સારા સમાચાર છે. ઘણા સમયથી પીઆઈના પ્રમોશનો પેન્ડિંગ હતા. જે પોલીસ ઇન્સપેક્ટરોની બદલી થઈ છે. તેમાં સાબરમતી, શહેર કોટડા, સોલા, ગરિયાપુર, વેજલપુર, રખિયાલ અને નવરંગપુરાનો સમાવેશ થાય છે. અમદાવાદના પોલીસ ઇન્સપેક્ટર્સ માટે આ સારા સમાચાર છે. બદલીઓમાં અમદાવાદના ૧૦ પોલીસ અધિકારીઓનો સમાવેશ થયો છે. અમદાવાદના પોલીસ કમિશ્નરે એક પરિપત્ર કરી અધિકારીઓને તાત્કાલિક છૂટા થવાનો આદેશ કર્યો છે.
ક્રાઈમ બ્રાન્ચમાંથી એસ.એલ. ચૌધરી, એસ.એલ. ટંડેલ અને ભાવેશ પી. રોજિયાને પ્રમોશન મળ્યું છે. સોલા પીઆઈ જી એસ શ્યાનને ખેડામાં નાયબ પોલિસ અધિક્ષક બનાવાયા છે. ડી.વી. રાણાને નાયબ પોલિસ અધિક્ષક મધ્યસ્થ જેલ લાજપોર સુરતમાં પ્રમોશન મળ્યું છે. એમ.એમ. ચૌધરીને સીઆઈડી ક્રાઈમ ગાંધીનગર મૂકાયા છે. સોલા પોલીસમાં હવે નવા પીઆઈ તરીકે ડીએચ ગઢવીને મૂકાયા છે. સાબરમતીમાં એફએનદામાએ ચાર્જ સંભાળ્યો છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



