ચૂંટણી લડવાની ઇચ્છા ધરાવનારા નેતાઓનો તામિલનાડુના મુખ્યમંત્રીએ ઇન્ટરવ્યુ લીધો

0
2

ચેન્નાઇ,તા.૧૧
તમિળનાડુના મુખ્યમંત્રી ઇ પલનિસામી અને ઉપમુખ્યમંત્રી ઓ પન્નીરસેલ્વમે લોકસભાની ચૂંટણી માટે સોમવારે પાર્ટી તરફથી ઉમેદવાર બનવાની ઇચ્છા ધરાવનારા લોકોના ઇન્ટરવ્યૂ લીધા હતા. પાર્ટીના સિનિયર નેતા મંગળવારે પણ ઇન્ટરવ્યૂ કરશે. આ વિશે ગયા સપ્તાહે માહિતી આપવામાં આવી હતી.
પાર્ટીએ એક નિવેદન આપી જણાવ્યું હતું કે સોમવારે સલેમ, કલ્લકુરુચી, નમક્કલ, કરુર, ઇરોડ, તિરુપુર, નીલગિરિ, કોયમ્બટુર, પોલ્લચી અને વિલ્લુપુરમ માટે સવારે ૯ઃ૩૦ વાગ્યાથી ઇન્ટરવ્યુ લીધા હતા.
ઠેની, મદુરાઈ, ડિન્ડીગુલ, વિરુદ્ધનગર, શિવગંગા, રામનાથપુરમ, તૂટીકોરિન, તેંક્સી, તિરુણવલી અને કન્યાકુમારી માટે ઉમેદવારોના ઇન્ટરવ્યૂ ૩ વાગ્યાથી લેવામાં આવી રહ્યા છે. તો બીજી તરફ ૧૨મી માર્ચે સવારે ૧૦ વાગ્યાથી તિરુવલ્લુર, ઉત્તર ચેન્નાઈ, દક્ષિણ ચેન્નાઈ, સેન્ટ્રલ ચેન્નઈ, શ્રીપરમંબદુર, કાંચીપુરમ, અરક્કોનમ, વેલ્લોર, ક્રિષ્નાગિરિ અને ધર્મપુરી માટે ઇન્ટરવ્યૂ લેવામાં આવશે. તિરૂવન્નમલાઇ, અર્ની, ત્રિચી, પેરંબલૂર, કુડ્ડલૂર, મૈલાદુથુરાઇ, નાગપટ્ટિનમ અને થંજવુર માટે ઇન્ટરવ્યૂ સાંજે ચાર લેવામાં આવશે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY