ભાવનગર જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતિ વક્તુબેન મકવાણાના અધ્યક્ષ સ્થાને વિજ્ઞાન-ગણિત-પર્યાવરણ પ્રદર્શન-૨૦૧૮ ઘોઘા તાલુકાના દંગાપરા પ્રાથમિક શાળા(મોટા ખોખરા) ખાતે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાયો.

0
60

ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકા ખાતે જી.સી.ઇ.આર.ટી ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ભાવનગર, જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી, ભાવનગર, જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ, ભાવનગર, તથા પ્રાથમિક શિક્ષણ પરિવાર, ઘોઘા આયોજીત પ્રાથમિક તથા માધ્યમિક/ઉચ્ચતર માધ્યમિક શાળાઓનુ ભાવનગર જિલ્લા કક્ષાનું વિજ્ઞાન-ગણિત-પર્યાવરણ પ્રદર્શન-૨૦૧૮-૧૯ ઘોઘા તાલુકાના મોટા ખોખરા ગામની દંગાપરા પ્રાથમિક શાળા ખાતે તારીખઃ૨૮/૯/૧૮ થી ૩૦/૯/૧૮ સુધી ખુલ્લુ રહેશે.

ઘોઘા તાલુકાના મોટા ખોખરા ગામની દંગાપરા પ્રાથમિક શાળા ખાતે વિજ્ઞાન-ગણિત-પર્યાવરણ પ્રદર્શન કાર્યક્રમને ભાવનગર જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતિ વક્તુબેન મકવાણા દ્વારા દિપ પ્રાગ્ટય કરી કાર્યક્રમને ખુલ્લો મૂકયો હતો તેમજ ભાવનગર જિલ્લા પંચાયતના જિલ્લા વિકાસ અધિકારીશ્રી વરૂણકુમાર બરનવાલે આ કાર્યક્રમનુ રીબીન ખેચી ઉદ્દઘાટન કર્યુ હતુ.

આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાનેથી દીપ પ્રાગટ્ય કરી પ્રમુખશ્રીએ જણાવ્યું હતું કે, આપણા ગુજરાત રાજયના અગાઉના મહિલા મુખ્યમંત્રી શ્રીમતિ આનંદીબેન પટેલ દ્વારા દંગાપરા પ્રાથમિક શાળા, મોટા ખોખરાના બાળકોનુ સન્માન કરી શાળાનુ ગૌરવ વધાર્યુ હતુ.

આ કાર્યક્રમના ઉપાધ્યક્ષશ્રી જિલ્લા પંચાયતના જિલ્લા વિકાસ અધિકારીશ્રી વરૂણકુમાર બરનવાલે જણાવ્યું હતું કે, આવા સુંદર કાર્યક્રમ યોજનાર તમામનો ખુબ આાભાર માન્યો હતો અને આવા શિક્ષણ યુક્ત વિજ્ઞાન-ગણિત-પર્યાવરણ પ્રદર્શન કાર્યક્રમો સમગ્ર ગુજરાતમાં યોજાતા રહે જેથી આપણા શિક્ષણનુ સ્તર ખુબ જ ઉચું આવશે અને સૌ ખુબ જ ભણીને મારી જેમ મારા જેવા સ્થાન પ્રાપ્ત કરી શકો એવી આશા વ્યક્ત કરી હતી

આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખશ્રી, ભાવનગર, ડીડીઓશ્રી જિલ્લા પંચાયત, ભાવનગર, ઘોઘા તાલુકા પંચાયત પ્રમુખશ્રી સંજયસિંહ ગોહિલ, ટીડીઓશ્રી વિજયભાઇ સોનાગરા, જી.સી.આર.ટી.ના શ્રી ર્ડા. નલીનભાઇ પંડિત, ગાંધીનગર, સરપંચશ્રી છગનભાઇ આર. ડાભી મોટા ખોખરા ગ્રામ પંચાયત ઘોઘા, આચાર્ય સંધના પ્રમુખશ્રી ઓઝા મધુકરભાઇ, દંગાપરા પ્રાથમિક શાળાના આચાર્યશ્રી પંડયા મહાશંકરભાઇ, ભાવનગર જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેનશ્રી આર. સી. મકવાણા, જિલ્લા પંચાયત કારોબારી સમિતિના ચેરમેનશ્રી ભરતભાઇ હડીયા તથા અન્ય મહાનુભાવો અને મોટી સંખ્યામાં ગ્રામ જનો અને શાળાના વિધાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

 

 

 

 

 

 

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY