– ખેડા જિલ્લામાં રાજયવ્યાપી સેવા સેતુ કાર્યક્રમના ચોથા તબક્કાનો જિલ્લા કલેક્ટરશ્રી આઇ.કે.પટેલના માર્ગદર્શન હેઠળ પ્રારંભ થયો છે. ખેડા જિલ્લા પ્રશાસનના સકારાત્મક અભિગમથી સેવા સેતુ કાર્યક્રમના માધ્યમથી જિલ્લાના નાગરિકોને પારદર્શીતા પ્રશાસનની સાચા અર્થમાં અનુભૂતિ થઇ રહી છે એટલું જ નહીં લોકોને ઘર આંગણે પોતાના વ્યક્તિલક્ષી પ્રશ્નોનો ઉકેલ મળી રહયો છે. ખેડા જિલ્લાના વિવિધ તાલુકાઓમાં તા.૩૦ સપ્ટેમ્બર સુધીમાં યોજાયેલા સેવા સેતુ કાર્યક્રમાં ૭૧,૦૧૪ અરજદારોએ અરજીઓ રજૂ કરી હતી. જૈ પૈકી ૭૧,૦૦૩ અરજીઓનો પ્રશાસન દ્ધારા હકારાત્મક ઉકેલ કરી ૯૯.૯૮ ટકા સિધ્ધિ હાંસલ કરી છે.
કલેક્ટરશ્રી આઇ.કે.પટેલે જણાવ્યું કે, સેવા સેતુ કાર્યક્રમ હેઠળ નડિયાદ તાલુકામાં ૧૧,૬૭૬, ગળતેશ્વરમાં ૧૦,૫૭૫, ખેડામાં ૯,૩૩૭, કઠલાલમાં ૭૯૦૭, મહેમદાવાદમાં ૬,૯૦૫, કપડવંજમાં ૬૮૧૪, ઠાસરામાં ૫૨૩૨, મહુધામાં ૪૪૧૩, વસોમાં ૪૪૦૯ અને માતર તાલુકામાં ૩૭૩૩ સહિત કુલ ૭૧૦૦૩ અરજીઓનો એક જ દિવસમાં સકારાત્મક ઉકેલ કરવામાં આવ્યો છે. ખેડા જિલ્લામાં સેવા સેતુ સંતોષની લોકલાગણીના સેતુ બની રહયા છે.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



