દેવી શક્તિ માં અંબાની આરાધનાની ૧૦ તારીખ થી શરૂ થઈ રહી છે ત્યારે તમામ શહેર ની બજારોમાં ગરબા નું વેચાણ થઈ રહ્યુ છે.

ત્યારે મોરબી શહેરમાં પણ વિવિધ રંગોથી રંગેલા અને શણગાર સજેલા ગરબા શહેરમાં વેચાતાં જોવા મળી રહ્યા છે જે સાદા ગરબા ખરીદી તેમાં રંગબેરંગી કલર અને વિવિધ પ્રકારની ડીઝાઈન નો સાથે તૈયાર કરી રૂપિયા ૩૦ થી લઈને રૂપિયા ૮૦ વેચાણ થઈ રહ્યુ છે દેવી શક્તિ માં અંબાની આરાધના માટે બાળાઓ એ ગરબે રમવા માટે લોકો ગરબાની ખરીદી કરી રહ્યા છે આજનાં આધુનિક જમાના સાથે લોકો પણ આગળ વધી રહ્યા છે ત્યારે મોટાં ભાગનાં અને ખાસ કરીને યુવા વર્ગ ગરબા કેવી રીતે તૈયાર થાય છે તેનાં થી અજાણ હશે હાલ માં આધુનિક જમાનામાં ગરબા બનાવા માટે આધુનિક મસિનરો નો ઉપયોગ થવાં લાગ્યો છે.

ત્યારે વર્ષો ની પરંપરા જાણવી રાખનાર દેશી ગરબા બનાવનાર કલાના કારીગરો જોવા મળે છે તેવા જ એક જે મળે પોતાનાં વન્સ જાળવી રાખનાર એવાં મોરબીનાં ધીરૂભાઈ મંચ્છોયા અને ભરતભાઈ પ્રજાપતિ અને દેવજીભાઈ ભલગામા એ પોતાની પરંપરા જાણવી રાખવાં આજનાં યુગમાં દેશી ગરબા બનાવી રોજના ૫૦ થી ૧૦૦ ગરબા બનાવવાનો વારસો જાણવી રાખ્યો છે જેવાં દેશી ગરબા બનાવવા થાગ મહેનત કરી રહ્યા છે જે માટી પલાડી તેમાં લાકડાનો સોલ નાખી તેને પગથી ખુદવામા આવે છે બાદ માં માટી નાં પીડલાને ખુદીને ચાકડા ઉપર ચડાવવામાં આવે છે જેમાં પણ હાથથી મહેનત થી ચાકડો ચલાવી ગરબા નો આકાર આપી ગરબો બનાવી થોડો સમય શુકાવીયા બાદ ગરબા માં કાણાં પાડવામાં આવે છે.

ત્યાર બાદ ફરીથી શુકાવામા આવે છે બાદ માં નિબાડામા ગરબા ને પકાવામા આવે છે ગરબો પકાવીયા બાદ સાદો કલર લગાડવામાં આવે છે ત્યાર બાદ રંગબેરંગના કલરો લગાડવામાં આવે છે તેમજ મોરબી માં છુટક વેચાણ કરવામાં છે વધું મહેનત અને ઓછું વળતર હોવા ના કારણે આવાં અંનેક કલાના કારીગરો ધીમેધીમે અંન્ય વેવશાઈ માં આગળ વધી રહ્યી છે આધુનિકતા વધવાથી આવનારાં વર્ષોથી પરંપરા જાળવી રાખનાર કલાના કારીગરો ની જુની દેશી વસ્તુઓ ભાગ્યે જ જોવા મળે છે.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




