મુખ્‍યમંત્રીની ૯૨ કીલો ચાંદીથી રજતતુલા,મુખ્‍યમંત્રીએ રજતતુલામાં મળેલ ચાંદીની રકમ સ્‍વામિનારાયણધામ સંચાલિત હોસ્‍પિટલમાં આપવાનો જનઆરોગ્‍ય સેવાલક્ષી અભિગમ દર્શાવ્‍યો 

0
39

વડતાલ કાર્તિકી સમૈયામાં મુખ્‍યમંત્રીની પ્રેરક ઉપસ્‍થિતિ : મુખ્‍યમંત્રીની જાહેરાત પ્રસિધ્‍ધ સ્‍વામિનારાયણ તીર્થધામ વડતાલનો પવિત્ર યાત્રાધામની યાદીમાં સમાવેશ કરાશે

વડતાલ મંદિર સંસ્‍થાન દ્વારા રૂા.૨.૩૬ કરોડના ખર્ચે નિર્માણ થયેલ વડતાલધામ બસ મથકનું મુખ્‍યમંત્રીના હસ્‍તે લોકાર્પણ વલ્લભવિદ્યાનગરમાં પ્રધાનમંત્રી કોશલ્‍ય કેન્‍દ્રનો મુખ્‍યમંત્રીના હસ્‍તે પ્રારંભ

મુખ્‍યમંત્રીની ૯૨ કીલો ચાંદીથી રજતતુલા મુખ્‍યમંત્રીએ રજતતુલામાં મળેલ ચાંદીની રકમ સ્‍વામિનારાયણધામ સંચાલિત હોસ્‍પિટલમાં આપવાનો જનઆરોગ્‍ય સેવાલક્ષી અભિગમ દર્શાવ્‍યો

મુખ્યમંત્રી….. • વડતાલધામ બસ મથક સમગ્ર રાજયમાં મંદિર જેવી સ્‍વચ્‍છતા જાળવવામાં મોડેલરૂપ બનશે

• સ્‍વામિનારાયણ સંપ્રદાય માટે વડતાલ તીર્થસ્‍થાન છે

• માનવીમાં દયા-કરૂણા-અનુકંપાનો ભાવ પ્રગટે તે માટે તીર્થસ્‍થાનોનું આગવું મહત્‍વ

ગુજરાતની અસ્‍મિતા અને વિકાસ વૈશ્ર્વિક શિખરો સર કરે તેવી શુભેચ્‍છા પાઠવતાં

આચાર્ય શ્રી રાકેશપ્રસાદજી મહારાજ વડતાલનો પવિત્ર યાત્રાધામોમાં સમાવેશ કરવા બદલ મુખ્‍યમંત્રીને આપ્‍યા અભિનંદન

 

નડીઆદ : મુખ્‍યમંત્રી વિજયભાઇ રૂપાણીએ સ્‍વામિનારાયણ સંપ્રદાયની રાજધાની એવા પ્રસિધ્ધ  સ્‍વામિનારાયણ તીર્થધામ વડતાલનો પવિત્ર યાત્રાધામોની યાદીમાં સમાવેશ કરવાની મહત્‍વપૂર્ણ જાહેરાત કરી હતી. પવિત્ર યાત્રાધામો અંબાજી, ડાકોર, સોમનાથ, દ્વારિકા અને પાલિતાણાની જેમ હવે વડતાલનો પવિત્ર યાત્રાધામ બોર્ડ અંતર્ગત વિકાસ થશે તેમ તેમણે ઉમેર્યુ હતું.મુખ્‍યમંત્રી વિજયભાઇ રૂપાણીએ સ્‍વામિનારાયણ ધામ વડતાલ ખાતે કાર્તિકી સમૈયાના અવસરે વડતાલ મંદિર સંસ્‍થાન દ્વારા રૂા.૨.૩૬ કરોડના ખર્ચે નવનિર્મિત વડતાલધામ બસ મથકનું વાહનવ્‍યવહાર રાજયમંત્રી ઇશ્ર્વરસિંહ પટેલની ઉપસ્‍થિતિમાં લોકાર્પણ કર્યુ હતું. આ બસમથક વડતાલ સ્‍વામિનારાયણ મંદિર જેવું બનાવાયું છે. મુખ્‍યમંત્રીએ વલ્‍લભ વિદ્યાનગરમાં પ્રધાનમંત્રી કૌશલ્‍ય કેન્‍દ્રનો પ્રારંભ કરાવ્‍યો હતો.

આ અવસરે મુખ્‍યમંત્રી વિજયભાઇ રૂપાણીની ૯૨ કિલો ચાંદીથી રજત તુલા કરવામાં આવી હતી. મુખ્‍યમંત્રીએ તેમની રજત તુલામાં મળેલી ચાંદીની વેચાણ રકમ વડતાલ સ્‍વામિનારાયણ ધામ સંચાલિત હોસ્‍પિટલમાં સુવિધા વિકાસ કામો માટે આપવાનો જન આરોગ્‍ય સેવાલક્ષી સંવેદના સ્‍પર્શી અભિગમ દર્શાવ્યો હતો.મુખ્‍યમંત્રીએ જણાવ્‍યું કે વડતાલધામ મલ્‍ટી સ્‍પેશ્‍યાલીસ્‍ટ હોસ્‍પિટલમાં અત્‍યાર સુધીમાં ૧.૨૫ લાખ થી વધુ જરૂરતમંદો અને ગરીબ માણસોની અદ્યતન સારવાર વિનામૂલ્‍યે કરવામાં આવી છે જે અભિનંદનીય છે. મુખ્‍યમંત્રીએ મંદિર જેવી સ્‍વચ્‍છતા પવિત્રતા બસ મથકોમાં, શાળા કોલેજોમાં, આરોગ્‍ય સંકુલોમાં જળવાય તે માટે આ બસ મથક રાજયના અન્‍ય શહેરોને પ્રેરણા પૂરી પાડી મોડલરૂપ બનશે તેવો વિશ્‍વાસ વ્‍યકત કર્યો હતો.સ્‍વામિનારાયણ ભગવાને વડતાલમાં હરિકૃષ્‍ણ ભગવાન અને લક્ષ્‍મીનારાયણ દેવની મૂર્તિઓની સ્‍થાપના કરવા સાથે મંદિર નિર્માણ તેમજ શિક્ષાપત્રી પણ વડતાલમાં જ લખી હતી. તેનો ઉલ્‍લેખ કરતાં જણાવ્‍યું હતું કે સમગ્ર સ્‍વામિનારાયણ સંપ્રદાય માટે વડતાલ તીર્થસ્‍થાન છે.સ્‍વામિનારાયણ સંપ્રદાયના સંતોએ પોતાનું સમગ્ર જીવન ભગવાનને અર્પણ કરી જનસેવા જનસુવિધાના શિક્ષણ, આરોગ્‍ય સેવા, પ્રકલ્‍પો, સામાજિક ચેતના જગાવતા કામો,વ્‍યસનમુકિત,અંધશ્રધ્‍ધા જેવા સામાજિક કાર્યોને ધર્મ કાર્ય સાથે જોડી ગુજરાતના વિકાસમાં મહત્‍વનું યોગદાન આપ્‍યું છે તેમ મુખ્‍યમંત્રીએ જણાવ્‍યું હતું.મુખ્‍યમંત્રીએ જણાવ્‍યું કે માનવજીવનમાં આધ્‍યાત્‍મિક ચેતના જગાવવા સાથે સંસ્‍કાર અને સંસ્‍કૃતિ ખીલે, સત્ય-નિષ્‍ઠા, ઇમાનદારી, સદાચાર સાથે માનવીમાં દયા-કરૂણા-અનુકંપાનો ભાવ પ્રગટે તે માટે આવા તીર્થસ્‍થાનોનું આગવું  મહત્‍વ રહયું છે.સ્‍વ ને બદલે સમષ્‍ટિ, આત્‍મા થી પરમાત્‍મા અને જીવ થી શિવ સુધી આધ્‍યાત્‍મિક ચેતના પ્રગટે તે માટે સૌને આગળ આવવા માટે મુખ્‍યમંત્રીએ અનુરોધ કર્યો હતો.

મુખ્‍યમંત્રીએ અમારા માટે સત્તા એ સેવાનું સાધન છે તેમ જણાવી ઉમેર્યું કે પ્રામાણિક ઝડપી નિર્ણયો દ્વારા રાજય સરકાર સમાજના શોષિતો-પીડિતો-વંચિતો અને જરૂરિયાતમંદોની સેવા કરવા સાથે સૌનો સાથ સૌનો વિકાસ મંત્ર સાથે સાડા છ કરોડના ગુજરાતનીઓના વિકાસ માટે પ્રતિબધ્‍ધ છે.ગુજરાતની  જનતા જનાર્દન સતત છ વાર અમને ગુજરાતના સર્વાંગી વિકાસ અને સેવા કરવાની જે તક આપી છે. તેને અમારી સરકાર સતત આગળ વધારતી રહેશે તેમ  તેમણે ઉમેર્યું હતું.

મુખ્‍યમંત્રીએ ગુજરાત માળખાગત સુવિધાઓ, ઉદ્યોગો, રોજગારી, શિક્ષણ, આરોગ્‍ય, કૃષિ સિંચાઇ, સામાજિક ઉત્‍થાન ક્ષેત્રે સમગ્ર દેશમાં નોંધપાત્ર કામગીરી કરી છે તેની ભૂમિકા આપી હતી.મુખ્‍યમંત્રીએ વડતાલ સ્‍વામિનારાયણ ધામ દ્વારા તૈયાર કરવામાં આવેલ હરિ ચરિતાર્થમૃત ગ્રંથને ટાઇટેનિયમ ધાતુમાં નિર્માણ કરવા બદલ અભિનંદન પાઠવ્‍યા હતા.વડતાલ સ્‍વામિનારાયણ મંદિરના પ.પૂ.ધ.ધૂ. શ્રી રાકેશપ્રસાદજી મહારાજશ્રીએ રાજયના મુખ્‍યમંત્રી વિજયભાઇ રૂપાણીની નિરાભિમાની અને નિખાલસ વ્‍યકિત તરીકે વર્ણવી વડતાલધામને પવિત્ર યાત્રાધામમાં સમાવેશ કરવાની જાહેરાત બદલ ધન્‍યવાદ પાઠવી ગુજરાતની અસ્‍મિતા અને વિકાસ વૈશ્‍વિક શિખરો સર કરે તેવા શુભાશિષ પાઠવ્‍યા હતા.તેમણે સરદાર પટેલની વિશ્ર્વની સૌથી ઊંચી વિરાટતમ પ્રતિમા સ્‍ટેચ્‍યુ ઓફ યુનિટીનો ઉલ્‍લેખ કરી વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદીને અભિનંદન પાઠવ્‍યા હતા. ગુજરાતની પ્રજાને ઓજસ્‍વી અને તેજસ્‍વી બની વિશ્ર્વમાં પોતાનું નામ રોશન કરે તેમ જણાવી રાજયના મુખ્‍યમંત્રી વિજયભાઇ રૂપાણીના હસ્‍તે પ્રજાકીય કામો અને વધુ ને વધુ થાય તેવી શુભકામનારો પાઠવી આશીર્વાદ પાઠવ્‍યા હતા.

વિજયભાઇ રૂપાણી, વાહનવ્‍યવહાર મંત્રી ઇશ્ર્વરભાઇ પટેલ, ગુજરાત વિધાનસભાના મુખ્‍યદંડક  પંકજભાઇ દેસાઇ, સાંસદ  દેવુંસિંહજી ચૌહાણ સહિત સંતોએ મંદિરમાં ભગવાન સ્‍વામિનારાયણની સામૂહિક આરતી કરી હતી. આ પ્રસંગે સાવલીના ભકતવૃંદ દ્વારા ૫૦ હજાર ચોકલેટથી તૈયાર કરવામાં આવેલ હારથી મુખ્‍યમંત્રી વિજયભાઇ રૂપાણીનું સ્‍વાગત કરવામાં આવ્‍યું હતું.વડતાલ સ્‍વામિનારાયણ સંસ્‍થાનના આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજે મુખ્‍યમંત્રીનું અભિવાદન કર્યું હતું.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY