ભુજની જી.કે.જનરલ હોસ્પિટલના કર્મચારીએ હોસ્પિટલમાં જ આપઘાત કરતા ચકચાર

0
1008

ભુજ કચ્છ: ભુજની જી.કે.જનરલ હોસ્પિટલના એચ.આઇ.વી. વિભાગમાં કામ કરતા કર્મચારીએ હોસ્પિટલમાં જ પોતાનું જીવન ટુંકાવ્યું. ભુજ જી.કે. જનરલ હોસ્પિટલમાં નોકરી કરતા કર્મચારીએ આજે સવારે ચાલુ નોકરી દરમિયાન આપઘાત કરી લેતા ભારે સનસનાટી ફેલાઇ છે. આ બનાવ અંગે જી.કે.જનરલ હોસ્પિટલના ચોકીના પોલીસકર્મીઓ તાત્કાલિક અસરથી બનાવના સ્થળે દોડી જઇ આપઘાત કરનાર યુવાનના મુતદેહને પીએમ માટે મોકલી દેવામાં આવેલ છે. મુત્યુ પામનાર યુવાન જી.કે.જનરલ હોસ્પિટલમાં રુમ ન.૧૧૫માં એચ.આઇ.વી. વિભાગમાં નોકરી કરતો હતો. તેમણે રૂમ નંબર ૧૧૦ માં આજે સવારે આપઘાત કરી લીધો હતો. મુત્યુ પામનાર યુવાને ૧૦ કલાકે ઝેરી દવા પીને પોતાનું જીવન ટુંકાવ્યું હતું. મુત્યુ પામનાર યુવાનનું નામ કુવરજી લક્ષ્મણ વેકરીયા રહે. ફાલ્ગુની એપારમેન્ટ જુબેલી ગ્રાઉન્ડ સામે રહેતો હોવાની વિગતો પ્રકાશમાં આવી છે.

ગૌતમ બુચિયા
9714065405

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY