ખેડા જીલ્લા પોલીસ અધિક્ષક નાઓએ જીલ્લામાં કાયદો અને વ્યવસ્થાની જાણવણીના ભાગરૂપે દેશી/વિદેશી દારૂની પ્રવૃત્તિ નેસ્તનાબુદ કરવા તેમજ જીલ્લામાં આવેલ ફાર્મહાઉસ/ ગોડાઉન અવાર નવાર ચેક કરી કોઇ ગેરકાયદેસર પ્રવૃત્તિ જણાઇ આવે કાયદેસર કરવા જીલ્લામાં દિવસ તેમજ રાત્રીના સમયે અસરકારક પેટ્રોલીંગ કરવા સુચના કરેલ. જે સુચનાની અમલવારીના ભાગરૂપે આર.કે,રાજપુત ઇ.પો.ઇન્સ. એલ.સી.બી.તથા સ્ટાફ સાથે પેટ્રોલીંગમા હતા દરમ્યાન પો.કો. કનકસિંહ નાઓને બાતમી હકિકત મળેલ કે ફતેપુરા ગામની સીમમાં આવેલ જીગરભાઇ ઉપેન્દ્રભાઇ પટેલ રહે. નડીયાદ ના ફાર્મ હાઉસમાં તેઓ તથા તેમના અન્ય મિત્રો વિદેશી દારૂ મંગાવી મિત્રો સાથે દારૂની મહેફિલ માણે છે. જે માહીતી
આધારે ઉપરોક્ત એલ.સી.બી.ના પો.માણસો તથા ચકલાસી પો.સ્ટે.ના સ્થાનિક પોલીસ માણસો સાથે
જીગરભાઇ ઉપેન્દ્રભાઇ પટેલના ફતેપુરા ગામની સીમમાં સલુણ જવાના રસ્તા ઉપર આવેલ ફાર્મ હાઉસમાં રેઇડ કરતા ફાર્મ હાઉસમાંથી દારૂ પીવાની મહેફિલ માણતા નડીયાદ શહેરના કુલ્લે ૩૩ ઇસમો (૧) ફાર્મહાઉસના માલીક જીગરભાઇ ઉપેન્દ્રભાઇ પટેલ રહે. નડીયાદ નારાયણદેવપાર્ક સોસાયટી, હરીઓમનગર (૨) સંજયકુમાર સુરયકાંતભાઇ પટેલ રહે. ઝગડીયાપોળ, નડીયાદ (૩) દર્શનભાઇ રાજેશભાઇ શાહ રહે. ઝગડીયાપોળ, નડીયાદ (૪) ધર્મેશભાઇ રમણલાલ શાહ રહે. શીખર એપાર્ટમેન્ટ, નડીયાદ (૫) કલ્પેશભાઇ ઘનશ્યામભાઇ પટેલ રહે. શીવમ એપાર્ટમેન્ટ, નડીયાદ (૬)
હિતાર્થ રાજેન્દ્રભાઇ પટેલ રહે. મધુપુષ્પ એપાર્ટમેન્ટ, નડીયાદ (૭) સાગર જગદીશભાઇ પટેલ રહે.
ઝગડીયાપોળ, નડીયાદ (૮) આતિશ જયદેવભાઇ દેવપુરા રહે. નડીયાદ ફુલબાઇમાતાના મંદિર પાસે,
(૯) લવકેશ કનુભાઇ ભોઇ રહે. ભોઇવાસ, નડીયાદ (૧૦) જગદીશભાઇ રમણલાલ શાહ રહે. પાશ્વનગર
સોસાયટી, નડીયાદ (૧૧) ધર્મેશભાઇ ઉર્ફે ભયલુ મનુભાઇ પટેલ રહે. અરમાન બંગલો, નડીયાદ (૧૨) રાજ અશોકકુમાર શાહ રહે. વસંતવિહાર સોસાયટી, નડીયાદ (૧૩) રોનકભાઇ નરેન્દ્રભાઇ પટેલ રહે.વસંતવિહાર સોસાયટી, નડીયાદ (૧૪) જયેશભાઇ જશભાઇ પટેલ રહે. કુંજનબંગલો નડીયાદ (૧૫)જલ્પેશ જગદીશભાઇ દેસાઇ રહે. સહયોગ સોસાયટી, નડીયાદ (૧૬) સ્નેહલભાઇ રાજેશભાઇ શાહ રહે.ઝગડીયાપોળ, નડીયાદ (૧૭) વિશાલભાઇ અશોકભાઇ પટેલ રહે. ભગીરથ સોસાયટી નડીયાદ (૧૮)દિપક નરેન્દ્રકુમાર ભટ્ટ રહે. ભગીરથ સોસાયટી નડીયાદ (૧૯) પાર્થ પિયુષભાઇ શાહ રહે. રત્નસાગર સોસાયટી, નડીયાદ. (૨૦) કીર્તન ધંર્મેન્દ્રભાઇ જોષી રહે. નડીયાદ નવદિપ બંગલો (૨૧) ચેતનભાઇભરતભાઇ શાહ રહે. ઝગડીયાપોળ, નડીયાદ (૨૨) રિકેન ઉર્ફે રીકી અશોકભાઇ પરીખ રહે. જલસાગર એપાર્ટમેન્ટ, નડીયાદ (૨૩) ધવલકુમાર ઉર્ફે ટીનું રમણભાઇ શાહ રહે. પાશ્વનગર સોસાયટી, નડીયાદ (૨૪) હેમાંગકુમાર રાજેન્દ્રભાઇ ભટ્ટ રહે. ઉતરસંડા (૨૫) ઉદયભાઇ વાઘજીભાઇ દેસાઇ રહે.ઝગડીયાપોળ, નડીયાદ (૨૬) પરેશભાઇ દાનજીભાઇ ડીયા રહે. ઝગડીયાપોળ, નડીયાદ (ર૭) શૌરિનકુમાર સમીરભાઇ પટેલ રહે. ઝગડીયાપોળ, નડીયાદ (૨૮) મૌલિનકુમાર પ્રકાશચંન્દ્ર ઠાકર રહે.સમડી ચકલા નડીયાદ (૨૯) અમીતભાઇ રમેશભાઇ શાહ રહે. વસંતવિહાર સોસાયટી, નડીયાદ (૩૦)સમીર કંચનલાલ શાહ રહે. ઝગડીયા પોળ, નડીયાદ (૩૧) નીરંજનભાઇ હુકમપ્રસાદ બત્રા રહે. પંજાબી સોસાયટી નડીયાદ (૩૨) રિતેશ રમેશચંન્દ્ર ચોકસી રહે. મોદીસાંથ, શેઠપોળ નડીયાદ (૩૩) રૂચિર દેવાભાઇ પટેલ રહે. ઉતરસંડા રેલ્વે સ્ટેશન રોડ નાઓને વિદેશી દારૂની અડધી ભરેલ બોટલ નંગ-3 કિ.રૂ. ૨૯૦૦/- એક ખાલી બોટલ, એક ખાલી ટીન, પાઇપ સાથેનો હુક્કો કિ.રૂ. ૫૦૦/- ઇલે.સગડી તથા કોલસા કિ.રૂ. ૨૦૦/- ,હુકકામા ભરવાના ફ્લેવરના બે પેકેટ કિ.રૂ. ૧૦૦/- કાચ તથા પ્લાસ્ટીકના ગ્લાસ કિ.રૂ. ૧૪૦, મોટર સાયકલ તથા ફોરવ્હિલ ગાડી કુલ ૨૧,કિ.૪૫,૦૦,૦૦૦/- મોબાઇલ ફોન નંગ- ૩૦ કિ.રૂ.૩,૧૮,૦૦૦/- મળી કુલ્લે રૂ. ૪૮,૨૧,૮૪૦/- સાથે ઝડપી પાડી તમામ વિરૂધ્ધ સાથેના પો.કો. કનકસિંહ નાઓએ ચકલાસી પોસ્ટે પ્રોહિબિશન ધારા હેઠળ ફરીયાદ આપેલ છે. આગળની તપાસ માટે કાગળો ચકલાસી પો.સ્ટે. તરફ મોકલી આપેલ છે.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"





