ખેડા,તા.૨૩
ખેડા જિલ્લા પંચાયતની નડિયાદ તાલુકાના પીપળાતા જિલ્લા પંચાયત કોંગ્રેસના મહિલા સદસ્ય ને ૩ સંતાનો હોવાથી પંચાયતી રાજના નિયમ મુજબ હોદ્દા પરથી દૂર કરતા ગત ૨૧મી જુલાઈ એ પીપળાતા બેઠકની જિલ્લા પંચાયતની ચૂંટણી યોજાઈ કુલ ૨૬ હજાર મતદારો ધરાવતી જિલ્લા પંચાયતની બેઠકમાં માત્ર ૪૦ ટકા મતદાન નોંધાયું હતું.
આ બેઠકમાં આખડોલ કેરીઆવી પીપળાતા વલેટવા ગામોનો સમાવેશ થાય છે. ભાજપએ ઓબીસી મહિલાની આ બેઠકમાં મીનાબેન પ્રફુલભાઇ પરમારને ટિકિટ આપી હતી. તો કોંગ્રેસે હંસાબેન વિઠ્ઠલભાઈ પરમારને ચૂંટણી જંગમાં ઉતાર્યા હતા.
મંગળવારે હાથ ધરાયલે મત ગણતરીમાં ભાજપના મહિલા ઉમેદવાર મીનાબેન પરમારમાં ૫૯૬૩ મતોથી જીત મેળવી છે. કોંગ્રેસ પાસેથી જિલ્લા પંચાયત પીપળાતા બેઠક આંચકી લીધી છે.
પીપળાતા જિલ્લા પંચાયત ની પેટા ચૂંટણીમાં કુલ મતદાન ૧૦૬૫૦ મતદારોએ મતદાન કર્યું હતું. જેમાં ભાજપના મીનાબેન પ્રફુલભાઇ પરમાર ૮૧૮૯ મતો મળ્યા હતા. કોંગ્રેસના હંસાબેન વિઠ્ઠલભાઈ પરમારને ૨૨૨૬ મતો મળ્યા હતા. જયારે નોટામાં ૨૩૫ મતો પડયા હતા.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



