રાજપીપળા : રવિવારે રામ નવમી નિમિત્તે રાજપીપળાના કેટલાક યુવાનોએ રક્તદાતા દિવસ તરીકે ઉજવવાનું નક્કી કર્યું ત્યારે આદિવાસી અને પછાત એવા નર્મદા જિલ્લામાં રક્ત દાનનું મહત્વ સમજાય અને રક્તદાન અંગે જનજાગૃતિ આવે તે હેતુ થી રાજપીપળાના પ્રહલાદભાઈ અગ્રવાલ અને ઇન્ડીઅન રેડ ક્રોસ સોસાયટીના સહયોગથી રક્તદાન શિબિર યોજાઈ હતી.
રક્તનો કોઈ વિકલ્પ નથી ત્યારે સમાજે જ આગળ આવી રક્તદાન અંગે જાગૃતિ લાવવી પડશે તેમ જણાવી કેમ્પના આયોજક પ્રહલાદભાઈ અગ્રવાલે જણાવ્યું કે હવે રાજપીપળા શહેરમાં રક્તદાન અંગે જાગૃતિ આવી છે અને આજના આ કેમ્પમાં મોટી સંખ્યામાં રક્તદાતા ઓ એ રક્તદાન કરી આ કેમ્પ ને સફળ બનાવ્યો છે ત્યારે સાચા અર્થમાં ભગવાન રામનો જન્મોત્સવ ઉજવાયો છે રેડક્રોસ નર્મદાના ટ્રસ્ટી ભરતભાઈ વ્યાસે જણાવ્યું કે જિલ્લામાં જરૂરિયાતમંદને લોહી તાત્કાલિક મળી રહે તે માટે આવા ઉમદા કાર્યો કરનારા રક્તદાતાઓને કારણેજ રેડક્રોસ નર્મદા જિલ્લામાં ઘણા માનવજીવન બચાવવામાં સફળ રહી છે .
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




