ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ-યૂપીના પ્રભારી ઓમ માથુર પાર્ટીથી નારાજ…!!

0
36

ન્યુ દિલ્હી,તા.૨૫
ભાજપના રાષ્ટ્રિય ઉપાધ્યક્ષ અને ઉત્તર પ્રદેશ ખાતે પાર્ટીના પ્રભારી ઓમ માથુર યોગી આદિત્યનાથની સરકાર અને યુપીના પાર્ટી નેતૃત્વથી નારાજ હોવાનું જણાવવામાં આવે છે. ગત છ માસમાં ઓમપ્રકાશ માથુર એકપણ વખત ભાજપના કોઈપણ ઔપચારીક કાર્યક્રમમાં સામેલ થયા નથી. ઓમ માથુર છેલ્લે ૧૧ અને ૧૨મી ઓક્ટોબરે કાનપુરમાં આયોજિત યુપી ભાજપની કારોબારી બેઠકમાં સામેલ થયા હતા. તેના પછી ઓમ માથુર આરએસએસના નિમંત્રણ પર ૨૦મી ફેબ્રુઆરીએ સંઘ પ્રમુખ મોહન ભાગવતના બૌદ્ધિક કાર્યક્રમમાં સામેલ થયા હતા. ઓમ માથુર યોગી આદિત્યનાથ અને યુપી ભાજપમાં લેવામાં આવેલા સંગઠનાત્મક નિર્ણયોથી નારાજ છે.
આના સંદર્ભે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના અધ્યક્ષ અમિત શાહ સમક્ષ પોતાની નારાજગી વ્યક્ત કરી છે. ઓમ માથુરની નારાજગીનો અંદાજા એ વાત પરથી લગાવી શકાય છે કે તેઓ અમિત શાહની ૧૧ એપ્રિલે લખનૌ મુલાકાત અને ૨૦મી એપ્રિલે રાયબરેલી-લખનૌ મુલાકાત સમયે પણ ભાજપના કાર્યક્રમમાં સામેલ થયા ન હતા.
ગોરખપુર અને ફૂલપુર લોકસભા બેઠકની પેટાચૂંટણીમાં ઉમેદવારોની પસંદગી અને ચૂંટણી રણનીતિથી પણ ઓમ માથુર દૂર રહ્યા હતા. આ પેટાચૂંટણી દરમિયાન તેઓ એક દિવસ પણ યુપીની મુલાકાતે આવ્યા ન હતા. બાદમાં ઓમ માથુરે યુપી ભાજપના પ્રભારીની હેસિયતથી રાજ્યસભાની ચૂંટણીમાં ઉમેદવારોની પસંદગી, વિધાનપરિષદના ઉમેદવારોની પસંદગી વખતે પણ પાર્ટીની બેઠકામં તેમણે ભાગ લીધો ન હતો.
સૂત્રોનું કહેવું છે કે ઓમ માથુરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહ સમક્ષ યુપી ભાજપના પ્રભારી પદેથી મુક્ત થવાની પેશકશ રજૂ કરી છે. હાલ ઓમ માથુરને અમિત શાહે કર્ણાટકની વિધાનસભાની ચૂંટણીમાં કોસ્ટલ બેલ્ટની જવાબદારી સોંપી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY