મહુધામાં ૧૦ ઈંચથી વધુ વરસાદ…ખેતરોમાં પાણી ભરાયા, વાહન વ્યવહાર ખોરવાયો

0
14

ખેડા,તા.૯
હવામાન વિભાગ દ્વારા પાંચ દિવસની વરસાદની આગાહી પ્રમાણે રાજ્યના તમામ જીલ્લા સહિત દેશના મોટાભાગના રાજ્યોમાં મેઘરાજા જબરદસ્ત બેટિંગ કરી રહ્યા છે. ઠેર ઠેર નદીઓ છલકાઈ છે, પુરના પાણીથી અનેક ગામ સંપર્ક વિહોણા બન્યા છે તો, રોડ રસ્તા પાણી પાણી થઈ જતા જનજીવન અસ્ત વ્યસ્ત થયુ છે. ત્યારે ખેડા જીલ્લાના મહુધામાં ૧૦ ઈંચથી વધુ વરસાદ ખાબકતા મહુધા શહેર પાણી પાણી થઈ ગયું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, ખેડા જીલ્લાના મહુધામાં ૧૦ ઈંચથી વધુ વરસાદ ખાબકતા શહેરમાં જનજીવન અસ્ત વ્યસ્ત થઈ ગયું છે. શહેરના મોટાભાગના વિસ્તારોના રોડ પાણીમાં ગરકાવ થઈ ગયા છે. જેને પગલે વાહન ચાલકો મુશેકેલીમાં મુકાયા છે.
૧૦ ઈંચથી વધુ વરસાદ પડતા વરસાદના પાણીથી ખેતરો છલકાઈ ગયા છે. ખેતરોમાં પાણી ફરી વળતા મોટાપાયે પાકને નુકશાન પહોંચ્યાની ભીતી સેવાઈ રહી છે. ખેડૂતો ચિંતાતૂર બની ગયા છે. અહીં મોટા પાયે ડાંગરના પાકને નુકશાન પહોંચ્યું હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.
ભારે વરસાદને પગલે મહુધા ડાકોર રોડ પણ પ્રભાવિત થયો છે. વાહન ચાલકોએ ક્યાં થઈને અવર જવર કરવી તે ખબર નથી પડી રહી, જ્યાં જુઓ ત્યાં પાણી પાણી જ દેખાય છે. આ બાજુ ડાકોરમાં પણ ભારે વરસાદને લઈ મંદિર રોડ પર પાણી ભરાઈ ગયા છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY