ભારતની મોટી સફળતા : ઓડિશામાં ઈન્ટરસેપ્ટર મિસાઈલનું સફળ પરીક્ષણ

0
20

ભુવનેશ્વર,તા.૨૪
ભારતે ઓડિશાના કિનારે ઈન્ટરસેપ્ટર મિસાઈલનું સફળ પરીક્ષણ કર્યું છે. સંરક્ષણ વિભાગનાં સૂત્રોના જણાવ્યા અનુસાર દ્વિસ્તરીય બેલિસ્ટિક મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ વિકસિત કરવાની દિશામાં ભારતે ખૂબ મોટી અને મહ¥વની સફળતા મેળવી છે.
ઓડિશામાં ચાંદીપુરના દક્ષિણે લગભગ ૭૦ કિમી દૂર અબ્દુલ કલામ દ્વીપથી (જેને અગાઉ વ્હીલર આઈલેન્ડ તરીકે ઓળખવામાં આવતો હતો) ઈન્ટરસેપ્ટર મિસાઈલને રાતે લગભગ આઠ વાગ્યે છોડવામાં આવ્યું હતું.
ડીઆરડીઓના એક વિજ્ઞાનીના જણાવ્યા પ્રમાણે આ પૃથ્વી ડિફેન્સ વ્હીકલ મિશનનો ટાર્ગેટ વાયુમંડળના પ૦ કિલોમીટર ઉપર રાખવામાં આવ્યો હતો. પીડીવી ઈન્ટરસેપ્ટર અને મિસાઈલ સફળતાપૂર્વક તેનું લક્ષ્ય ભેદવામાં સફળ રહી હતી.
આ ઈન્ટરસેપ્ટર મિસાઈલની ખાસિયત એ છે કે રડાર આધારિત ટોહી સિસ્ટમથી દુશ્મનની બેલેસ્ટિક મિસાઈલની આસાનીથી જાણ થઈ જાય છે અને તેનો પીછો પણ કરી શકે છે.
રડારથી પ્રાપ્ત થઈ રહેલાં આકડાઓનું કમ્પ્યૂટર નેટવર્કે એકદમ સચોટ વિશ્લેષણ કર્યું હતું અને આવનારી મિસાઈલને તોડી પાડી હતી. તમામ ગતિવિધિઓ પર રિયલ ટાઈમ નજર રાખવામાં આવી હતી. આ ઈન્ટરસેપ્ટરનું અગાઉ ૧૧ ફેબ્રુઆરી, ર૦૧૭માં પણ સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું હતું.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY