પાલેજના 108ના કર્મચારીએ સફળતા પૂર્વક ખેતરમાં મહિલાને ડિલિવરી કરાવી

0
30

સમગ્ર ગુજરાતમાં ઈમરજન્સી સેવા આપતી ૧૦૮
એમ્બ્યુલન્સના ઈ.એમ.ટી અને પાયલોટ દ્વારા લેબર પેઈન થી પીડિત મહિલાની ખેતરમાં સફળતા પૂર્વક ડિલિવરી કરાવતા પરિવારજનોમાં ખુશી છવાઈ ગઈ હતી.

ભરૂચ જિલ્લાના પાલેજ લોકેશન ની ઈમરજન્સી સેવા અપાતી 108 એમ્બ્યુલન્સના કર્મચારીઓ એ કરજણ તાલુકાના પાછીયાપુરા ગામનો લેબરપેનનો કેસ મળતા ઈ.એમ.ટી સિટેશભાઈ અને પાઇલોટ મુનાફભાઈ તરતજ 108 એમ્બ્યુલન્સ લઇ જગ્યા પર પહોંચી ગયા હતા.જગ્યા પર પહોંચી સગર્ભા નપાલી શના ડાવોર ઉંમર વર્ષ 25, મદયદેશના રહેવાશીઓને ડિલિવરીનો દુખાવો ઉપાડ્યો હતો.108ના ઈ એમ ટી દ્વારા સગર્ભા બેનની તપાસ કરતા ડિલિવરી થવાની તૈયારીમાં હતી. આવી પરિસ્થિતિમાં 108 ની ટિમ દ્વારા કપાસના ખેતર માજ ડિલિવરી કરવાનું નકકી કરવામાં આવ્યું હતું.ઈ.એમ.ટી સિટેશભાઈ દ્વારા તાબડતોડ 108 એમ્બ્યુલન્સના હેડ ઓફીસ ખાતે હજાર ડોક્ટરની સલાહ મુજબ કપાસના ખેતર સફળ ડિલિવરી કરાવી હતી.જેમાં નપાલીબેને એક સ્વસ્થ બાળકને જન્મ આપ્યો હતો.

ડીલીવરી થયા પછી માતા અને બાળકને વધુ સારવાર માટે પાલેજ સરકારી દવાખાને દાખલ કરવામાં આવ્યાં હતાં.બાળકનો જન્મ થતાની સાથેજ સગર્ભા નપાલી અને એમના સગા સંબંધીઓમાં ખુશીની લહેર ફેલાઈ જવા પામી હતી.

અત્રે ઉલ્લેખનીય છેકે માતા અને બાળકના જીવને પ્રથમ પ્રાથમિકતા આપી ઈએમટી અને પાયલોટે સમયસુચકતા વાપરી મહિલાની ખેતરમાં જ સફળ સુવાવડ કરાવતા નપાલીબેન અને તેમના સગાવહાલાએ ખરા દિલથી 108 એમ્બ્યુલન્સ ના ઈ એમ ટી સિટેશભાઈ અને પાઈલોટ મુનાફભાઈનો આભાર માન્યો હતો.

રિપોર્ટર:-અંકિતા પાટણવાડિયા
મો:-9904733000

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજે જ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861*

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY