મુંબઈ,તા.૩
ક્રૂડના ઊંચા ભાવ, અમેરિકન ડોલર સામે રૂપિયામાં વધુ ધોવાણ તેમજ ધિરાણ દરમાં વધારાના ભયે બુધવારે બીએસઈ સેન્સેક્સમાં ૫૫૧ પોઈન્ટ્સનું તોતિંગ ગાબડું પડ્યું હતું.
આજે ટેલિકોમ, ઓટો, આઈટી, ટેકનો શેરોમાં વેચવાલીનું ભારે દબાણ જાવા મળ્યું હતું. અમેરિકન ડોલર સામે આજે સવારે રૂપિયો ૭૩.૨૫ની સપાટીએ ખૂલ્યા બાદ વધુ ગગડીને ઈન્ટ્રા ડેમાં ૭૩.૪૨ના નવા તળિયે આવી ગયો હતો.
દિવસ દરમિયયાન બીએસઈ સેન્સેક્સ ઉપરમાં ૩૬,૬૦૨.૮૫ અને નીચામાં ૩૫,૯૧૧.૮૨ પોઈન્ટ્સની રેન્જમાં ટ્રેડ થયા બાદ ૫૫૦.૫૧ પોઈન્ટ્સ (૧.૫૧%)ના ધોવાણ સાથે ૩૫,૯૭૫.૬૩ પોઈન્ટ્સની સપાટીએ બંધ રહ્યો હતો જ્યારે નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી ઉપરમાં ૧૦,૯૮૯.૦૫ અને નીચામાં ૧૦,૮૪૩.૭૫ પોઈન્ટ્સ વચ્ચે ટ્રેડ થયા બાદ ૧૫૦.૦૫ પોઈન્ટ્સ(૧.૩૬%)ના ઘટાડા સાથે ૧૦,૮૫૮.૨૫ પોઈન્ટ્સની સપાટીએ બંધ રહ્યો હતો.
બીએસઈ મિડકેપ અને બીએસઈ સ્મોલકેપ ઈન્ડેક્સ અનુક્રમે ૧.૧૧ ટકા ઘટીને અને ૦.૨૦ ટકા વધીને બંધ રહ્યા હતા. આજે અન્ય સેક્ટોરલ ઈન્ડાઈસિસમાં બીએસઈ ઓટો ઈન્ડેક્સ ૨.૯૦ ટકા, બીએસઈ ટેલિકોમ ઈન્ડેક્સ ૨.૮૪ ટકા, બીએસઈ ટેકનો ઈન્ડેક્સ ૨.૩૮ ટકા, બીએસઈ આઈટી ઈન્ડેક્સ ૨.૨૩ ટકા ઘટીને બંધ રહ્યા હતા. આજે આઈશર મોટર્સ, એમએન્ડએમ, આઈઆઈએફએલ,થોમસ કૂક, બાટા ઈન્ડિયા, આઈડિયા, પીએનબી હાઉસિંગ ફાઈનાન્સ અને આઈડિયાના શેર્સ તૂટ્યા હતા.
શેર બજારમાં રોકણકારોને સૌથી વધારે બર્બાદ સરકારી કંપનીઓએ કર્યા છે. આ કંપનીઓના શેરમાં આ વર્ષે પોતાના રોકારણકારોના અત્યાર સુધીમાં ૪ લાખ કરોડ રૂપિયા સાફ થઈ ગયા છે. ક્રૂડ તેલમાં ભડકો થવાના કારણે રૂપિયો કમજાર થઈ રહ્યો છે અને ILFS સંકટના કારણે સૌથી વધારે સરકારી કંપનીઓના શેરોનું જ ધોવાણ થઈ જાય છે.
૭૬ લિસ્ટેડ સરકારી કંપનીઓમાં ૭૪ શેરોની સ્થિતિ ભીગી બિલ્લી જેવી એટલે કે, તળીયે બેસી ગયા. પંજાબ નેશનલ બેંકના શેર ૬૫ ટકા તૂટ્યા છે, જ્યારે રેલવેના કોચ બનાવનાર કંપની બીઈએમએલ પોતાની ૬૨ ટકા માર્કેટ વેલ્યૂ આ વર્ષે ગુમાવી ચૂકી છે. કોલ ઈÂન્ડયા અને ગેલ જ બે એવી કંપનીઓ છે જેમને આ વર્ષે થોડો એવો નફો રળી આપ્યો છે, જાકે તેમા વધારે ખુશ થવા જેવી કોઈ બાબત નથી કેમ કે, આ નફો માત્ર એક ટકા જેટલો જ છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



