ભાલોદ ગામના માછીમારોએ પંચાયત અને અમુક ગ્રામજનો દ્વારા હેરાનગતિ થતી હોવા અંગે આવેદનપત્ર આપ્યુ

0
17

ઝઘડિયા તાલુકાનાં ભાલોદ ગામે નર્મદા નદીમાંથી ઝીંગાના બિયારણ પકડી પરિવારનું ગુજરાન ચલાવતા માછીમારોને અમુક ગ્રામજનો તથા પંચાયત દ્વારા ખોટી રીતે હેરાન કરવામાં આવતા હોવાની લેખિત રજૂઆત કલેક્ટર સમક્ષ કરી છે. જો યોગ્ય નિરાકરણ નહીં આવે તો ભૂખ હડતાળ કરવાની પણ માછીમારો એ ચીમકી ઉચ્ચારી છે.

ભાલોદ ગામે ધી નર્મદા મત્સ્ય ઉદ્યોગ સોસાયટી સાથે સંકળાયેલા સ્થાનિક માછીમારો નર્મદા નદીમાંથી માછીમારી તથા ઝીંગા ઉછેર કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. ત્યારે આજ રોજ કલેક્ટરને ભાલોદનાં માછીમારો દ્વારા એક લેખિત રજૂઆત કરવામાં આવી છે. જેમાં જણાવ્યું છે કે,અમો માછીમાર ભાઈઓ નર્મદા નદીમાંથી ઝીંગાના બિયારણ પકડીને રોજી રોટી મેળવીએ છીએ.પરંતુ કેટલાંક લોકો દ્વારા અમારા વિરૂધ્ધ ખોટી ફરિયાદો કરવામાં આવે છે.માછીમારીનાં વ્યવસાય સાથે સંકળાયેલા પણ નથી.બીજી તરફ ભરૂચથી પોઈચા સુધીનાં વિસ્તારમાં માછીમારો નર્મદા નદીમાં ઝીંગા પકડવાની કામગીરી કરી લોકો રોજગારી મેળવી રહ્યા છે. ત્યારે ભાલોદ પંચાયત દ્વારા અમને ખોટી રીતે પરેશાન કરવામાં આવે છે.જે અંગે ઘટતું કરવા આ લેખિત રજૂઆત કરી છે.જો યોગ્ય નિર્ણય નહીં લેવાય તો ભૂખ હડતાળ કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે.

ધનંજય ઝવેરી:-9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY