દેશની સ્વતંત્રતા માટેના પ્રથમ શહીદ સાહસી અમર શહીદ ખુદીરામ બોઝને આજે એટલે કે ૧૧મી ઓગષ્ટ ૧૯૦૮ના દિવસે બ્રિટીશ સરકારે ફાંસી આઈપી દીધી હતી. જા કે તેમના સાહસ અને તાકાતથી બ્રિટીશ સરકાર હચમચી ઉઠી હતી. તેમનાથી બ્રિટીશ સરકાર એ વખતે એટલા હદ સુધી ડરી ગઇ હતી કે તેમને માત્ર ૧૮ વર્ષની વયમાં ફાંસી આપી દેવામાં આવી હતી. તે એટલા સાહસી હતા કે વતન પર શહીદ થવા માટેની ઇચ્છાશક્ત રાખીને ગીતા હાથમાં લઇને ખુશી સાથે ફાંસી સુધી પહોંચી ગયા હતા. પરંતુ તેમના કારણે દેશની સ્વતંત્રતા માટેનો માર્ગ મોકળો થઇ ગયો હતો. ખુદીરામ બોઝે દેશની સ્વતંત્રતાના માર્ગ પર પોતાની શહાદતનુ એવુ દિપ પ્રગટાવી ગયા હતા જેના કારણે લોકો અંધારામાંથી ઉજાસમાં આવ્યા હતા અને સ્વતંત્રતાના રસ્તા પર લોકો આગળ વધી ગયા હતા. અમર શહીદ ખુદીરામ બોઝના તેવરને લઇને બ્રિટીશ સરકાર ભયભીત થઇ ગઇ હતી. જેથી તેમને ફાંસી પર લટકાવી દેવામાં આવ્યા હતા. પરંતુ તેમની શહાદત એવુ કામ કરી ગઇ હતી કે દેશમાં સ્વતંત્રતા સંગ્રામના શોલા સળગી ઉઠ્યા હતા. આજે તેમને ફાંસી આપવામાં આવી હતી. તેમના સાહસ પર દેશના લોકો આજે પણ ગર્વ અનુભવ કરે છે. તેમના સાથીઓ જ્યારે અભ્યાસ અને પરીક્ષાને લઇને વિચારી રહ્યા હતા ત્યારે ખુદીરામે તો ક્રાન્તની મશાલ રોશન કરી દીધી હતી. જે વયમાં લોકો લાઇફ જીવવા માટે સપના જુએ છે ત્યારે ખુદીરામે દેશ પર શહીદ થવા માટેની તૈયારી કરી લીધી હતી. અમર શહીદ ખુદીરામ બોઝનો જન્મ બંગાળમાં મિદનાપુર જિલ્લાના હબીબપુર ગામમાં થયો છે. ત્રીજી ડિસેમ્બર ૧૮૮૯ના દિવસે જન્મેલા બોઝ જ્યારે ખુબ નાના હતા ત્યારે જ તેમના માતાપિતાનુ નિધન થઇ ગયુ હતુ. તેમની મોટી બહેને તેમને ઉછેર્યા હતા. બંગાળ વિભાજન બાદ ખુદીરામ બોઝ સ્વતંત્રતા સંગ્રામની લડાઇમાં કુદી પડ્યા હતા. સત્યેન બોસના નેતૃત્વમાં ખુદીરામે પોતાના ક્રાન્તકારી જીવનની શરૂઆત કરી હતી.ત તેઓ પોતાના સ્કુલના દિવસોથી જ રાજકીય ગતિવિધીમાં સામેલ થવા લાગી ગયા હતા. તેઓ જલસા અને જુલુસમાં સામેલ થઇને બ્રિટીશ સામ્રાજ્યની સામે નારા લગાવતા હતા. નવમાં ધોરણ સુધી પહોચ્યાબાદ ભણવાનુ બંધ કરી દીધુ હતુ. આની સાથે જ માથા પર કફન બાંધીને જંગે આઝાદીની લડાઇમાં કુદી ગયા હતા. મોડેથી તેઓ રેવોલ્યુશન પાર્ટીના સભ્ય બની ગયા હતા. તેઓ વંદેમાતરમના કાગળ વહેંચતા હતા. પોલીસે ૨૮મી ફેબ્રુઆરી ૧૯૦૬ના દિવસે સોનાર બંગલા નામની એક જાહેરખબર વહેચતી વેળા તેમને પકડી લેવામાં આવ્યા હત. કે પોલીસના સકંજામાંથી તેઓ ફરાર થઇ જવામાં સફળ રહ્યા હતા. ૧૬મી મે ૧૯૦૬ના દિવસે પોલીસે તેમને ફરી પકડી લીધા હતા. પરંતુ વય નાની હોવાના કારણે ચેતવણી આપીને છોડી દેવામાં આવ્યા હતા. છઠ્ઠી ડિસેમ્બર ૧૯૦૭ના દિવસે બંગાળના નારાયણગઢ રેલવે સ્ટેશન પર થયેલા બોમ્બ વિસ્ફોટમાં તેઓ સામેલ હતા. કોલકત્તામાં એ વખતે કિગ્સફર્ડ ચીફ પ્રેસીડેન્સીને એ વખતે ખુબ ક્રુર અને કઠોર અધિકારી તરીકે ગણવામાં આવતા હતા. ક્રાન્તકારી લોકો માનતા હતા કે તે અધિકારી દેશભક્તો અને ખાસ કરીને ક્રાન્તકારીને હેરાન કરે છે. આના ભાગરૂપે ક્રાન્તકારી દ્વારા તેમની હત્યા કરી દેવાની યોજના તૈયાર કરવામાં આવી હતી. યુગાંતર ક્રાન્તદળના નેતા વીરેન્દ્ર કુમાર ઘોષ દ્વારા જાહેરાત કરવામાં આવી કે કિગ્સપોર્ડને મુઝફ્ફરપુર (બિહાર)માં મારી નાંખવામાં આવનાર છે. આ કામ માટે ખુદીરામ બોઝ અને પ્રફુલચંદની પસંદગી કરવામા આવી હતી. આ બંને ક્રાન્તકારી હોશિયાર અને સમજદાર તરીકે ગણાતા હતા. યોજના મુજબ બંને મુઝફ્ફરપુર પહોંચીને એક ધર્મશાળામાંઆઠ દિવસ સુધી રોકાયા હતા. આ ગાળા દરમિયાન કિંગ્સફર્ડની ગતિવિધી પર નજર રાખવામાં આવી હતી. તેમના બંગલાની પાસે ક્લબ હતી. અંગ્રેજી અધિકારી અને તેમના પરિવારના સભ્યો ત્યાં સાંજે જતા હતા. ૩૦મી એપ્રિલ ૧૯૦૮ના દિવસે કિગ્સફર્ડ અને તેમના પત્ન ક્લબમાં પહોંચી ગયા હતા. રાત્રે સાઢા આઠ વાગ્યાની આસપાસ મિસેજ કેનેડી અને તેમની પુત્રી પોતાની ગાડીમાં બેસીને ક્લબથી ઘરે જઇ રહ્યા હતા. તેમની ગાડી લાલ રંગની હતી. તેની ગાડી અને કિગ્સફર્ડની ગાડીના રંગ એક સમાન લાલ રંગના હતા. ખુદીરામ અને તેમના મિત્રે કિગ્સફર્ડની ગાડી સમજીને તેમના પર બોંબ ઝીંકી દીધો હતો. જેમાં માતા અને પુત્રીનુ મોત થઇ ગયુ હતુ. આ બંને એમ વિચારીને ભાગી ગયા કે કિંગ્સફર્ડનુ મોત થયુ છે. બંને ૨૫ મીલ ભાગ્યા બાદ રેલવે સ્ટેશન પર પહોંચી ગયા હતા.
પોલીસને શંકા ગઇ હતી. પુસા રોડ રેલવે સ્ટેશન પર તેમને ઘેરી લેવામાં આવ્યા હતા. પોતાને ઘેરાઇ ગયેલા જાઇને પ્રફુલ્લ ચંદે પોતાને ગોળી મારી લીધી હતી. જ્યારે ખુદીરામ પકડાઇ ગયા હતા. તેમના પર હત્યાનો કેસ ચાલ્યો હતો. આ કેસ માત્ર પાંચ દિવસ સુધી ચાલ્યો હતો. આઠમી જુન ૧૯૦૮ના દિવસે તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. ૧૩મી જુનના દિવસે તેમને ફાસીની સજા કરવામાં આવી હતી. ૧૧મી ઓગષ્ટ ૧૯૦૮ના દિવસે તેમને ફાંસી આપી દેવામાં આવી હતી. તેમના મોત બાદ સ્કુલ કોલેજના વિદ્યાર્થીઓ છાતી ફુલાવીને સ્વતંત્રતા માટે નિકળી ગયા હતા.
જંગ એ ગુજરાત અખબાર
૧૫ મી ઓગસ્ટ ના રોજ ૧૫ માં વર્ષ માં આપ સૌ ના આશીર્વાદ થી પ્રવેશે છે.🎂
—
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
*આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861


"વંદે માતરમ ,ભારત માતાકી જય"






