ઇમર્જન્સી સમયે દર્દી માટે સિવિલ ની એમ્બ્યુુલન્સ ઉપલબ્ધ ન હોય તો પાલિકા ની મંગાવવી,પાલિકા ની ન મળે તો આર એમ ઓ પાસે મંજૂરી મેળવી ખાનગી ગાડી માં મોકલવા નો આ કાયદો ક્યારેક દર્દી માટે મોત નું આમંત્રણ લાવી શકે એમ છે
આ કાયદા થી ડોક્ટરો અને દર્દીઓ વચ્ચે ઘર્ષણ થતા દર્દી નો ભોગ લેવાય તેવા સંજોગો માં જવાબદારી કોણ લેશે..ડોક્ટર કે કાયદો બનાવનાર અધિકારી …? !
નર્મદા જિલ્લા ની વડી રાજપીપળા સિવિિલ હોસ્પિટલ વારંવાર ચર્ચા માં જોવા મળે છે ત્યારે ઇન્ચાર્જોના ભરોસે જાણે ઓક્સિજન પર ચાલતી આ સરકારી હોસ્પિટલ ના અધિકારીઓ એ બનાવેલા અમુક કાયદા ક્યારેક દર્દીઓ માટે જીવના જોખમ સમાન લાગી રહ્યા છે જેમાં રાજપીપળા સિવિલ માં હાલ ચાલતી બે સરકારી એમ્બ્યુલન્સ પૈકી ઇમર્જન્સી દર્દી ને વડોદરા મોકલતા સમયે એક પણ એમ્બ્યુલન્સ હાજર ન હોય ત્યારે કાયદા મુજબ પ્રથમ નગરપાલિકા ની બોલાવવાની અને એ પણ ઉપલબ્ધ ન હોય ત્યારે ખાનગી એમ્બ્યુલન્સ લઈ જવા હોસ્પિટલ ના આર એમ ઓ નો સંપર્ક કરી એમની મંજૂરી બાદ દર્દીને એમાં મોકલવા કાયદો મુકાયો છે
સવાલ એ થાય કે આ હોસ્પિટલ માં ચાલુ બે એમ્બ્યુલન્સ છે અને દર્દીઓ પણ એટલા બધા રીફર થતા ન હોય તેમ છતાં કોઈ સંજોગો માં પાલિકા ની બોલાવવાની ફરજ પડે અને એ પણ ન મળે તો ખાનગી માટે આર એમ ઓ ની પરવાનગી લેવી ત્યારે જો ખાનગી ની મંગાવવાની સ્તિથી ઉભી થાય અને કોઈક કારણોસર આર એમ ઓ નો સંપર્ક ન થઈ શકે ત્યારે હાજર ડોક્ટર તો ઇમર્જન્સી દર્દી ના જીવ ની સલામતી ખાતર પોતાનો નિર્ણય લઈ પગલાં ભરે એ ડોક્ટર અને દર્દી બંને માટે યોગ્ય કહેવાય ત્યારે આવી તકલીફ માં દર્દી ના જીવન નું મૂલ્ય સમજી આ કાયદાને સાઈડ માં મુકવો જરૂરી છે પરંતુ આવા તઘલધી કાયદા કોને અને કેમ લાગુ કર્યા …? એ એક મોટો સવાલ છે ,શું દર્દીઓ ના જીવનનું મૂલ્ય સરકારી બાબુઓ માટે મહત્વનું નથી…? અને જો કાયદા મુજબ ની પ્રક્રિયા માં વધુ સમય લાગે અને દર્દી માર્ગ માંજ મૃત્યુ પામે ત્યારે દોષનો ટોપલો તો ફરજ પર ના ડોક્ટર ના માથેજ આવે એમ હોય આવા કાયદા આરોગ્ય જેવી સેવા માટે યોગ્ય જણાતા નથી માટે ગાંધીનગર બેઠેલા આરોગ્ય કમિશનર આ બાબતે પગલાં લે એવી લોકમાંગ ઉઠી છે.
ખાનગી એમ્બ્યુલન્સ માં વ્યવસ્થા નો અભાવ અને અમુક તકલીફ હોવાથી કાયદો લાગુ કર્યોં : હરેશ કોઠારી (આર એમ ઓ )
આ કાયદા બાબતે સિવિલ ના આર એમ ઓ હરેશ કોઠારી એ જણાવ્યું કે ખાનગી એમ્બ્યુલન્સ માં ઓક્સિજન સહીત અમુક વ્યવસ્થા હોતી નથી અને ઇમર્જન્સી માં અમારો ઓક્સિજન નો બોટલ આપીયે તો એનો દુરુપયોગ થતો હોવાની વાત સામે આવી હતી સાથે અમુક સમયે અમારી કે પાલિકા ની એમ્બ્યુલન્સ માંથી કોઈ એક મળે એમ હોવા છતાં અમુક લોકો પોતાના અંગત સ્વાર્થ માટે ખાનગી ગાડી બોલાવતા હોય એમ પણ બની શકે છે માટે આ કાયદાઓ લાગુ કર્યો છે.
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
જંગ એ ગુજરાત અખબાર
૧૫ મી ઓગસ્ટ ના રોજ ૧૫ માં વર્ષ માં આપ સૌ ના આશીર્વાદ થી પ્રવેશે છે.🎂
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
*આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861


"વંદે માતરમ ,ભારત માતાકી જય"






