શ્રી ગુરુલીલામૃતમાં પૂજ્ય બાપજી એ પોતાનો પરિચય આપ્યો છે
પૂજ્ય શ્રી નો જન્મ મહારાષ્ટ્ર બ્રાહ્મણ ની કહા્ડે પેટા જ્ઞાતિમાં થયો . તેમનું અત્રિ ગોત્ર , ત્રિપ્રવર ( આત્રેય , આર્યનાનસ અને શ્યાવાશ્વ ) , ઋગ્વેદ , આશ્વાલાયન સૂત્ર અને શાકલ શાખા છે .અને તેમની અટક (ઉપનામ ) , વળામે છે અને નામ (અભિધાન ) પાંડુરંગ છે . જે જ્ઞાતિ અને ગોત્રમાં શ્રી વાસુદેવાનંદસરસ્વતી મહારાજ જનમ્યા , તે જ જ્ઞાતિ અને ગોત્રમાં પૂજ્ય શ્રીનો જન્મ થયો . પૂજ્ય સ્વામી મહારાજ અને પૂજ્ય બાપજીના ગોત્ર , પ્રવર, વેદ, સૂત્ર અને શાખા એક જ છે . કેવો સુંદર યોગ છે .
પૂજ્ય શ્રી પ્રાર્થના કરતા કહે છે હે સંતો મારા ગાન ને બાળકના વાક્ય જેવું માનજો જેમ બાળક
ભાગ્યું તૂટ્યું નેબોબડુ બોલે તો
પણ બધા કૌતુકથી સાંભળે છે એને ખૂબ કિંમતી માને છે . અથવા માને મન (માતા ને મન ) એ બહુ કિમતી હોય છે.
વાણીઓ પ્રેમથી ભીની , ગમેછે પ્રભુને ખરે !
બાળની તોતડી વાતો ,માતા મન ભાવતી .
જેમ બાળકની કાલીઘેલી વાતો માતાને મન અણમોલ હોય છે .
પૂજ્ય શ્રી કહેછે હે સંતો આ ગાનને બાળકના વાક્ય જેવુ માનીને મત્સર છોડીને એનો સ્વીકાર કરો. તો પરમાત્મા (અનંત ) પ્રસન્ન થશે.
પૂજ્ય શ્રી કહે છે મારામાં કાવ્ય કરવાની કળા નથી અને મારામાં શબ્દ વ્યુત્પતિનું જ્ઞાન પણ નથી . પોતાને મુરખ ને નાદાન કહે છે.એમ છતા પોતાને સમર્થ (શ્રી સદ્ ગુરુ ) ના ઘરનું શ્વાન કહે છે . કેટલી બધી વિનમ્રતા છે .
પ્રેશક
શ્રી દત્ત ઉપાસક પરિવાર ભરૂચ
રાજુભાઇ ઓઝા
9825235192
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861
"વંદે માતરમ ,ભારત માતાકી જય"