કિડની રોગના કેસોમાં વધારો થયો.

0
160

આધુનિક સમયમાં લોકોની ભાગગોડની લાઇફ બની ગઇ છે. જેમાં અનેક બેદરકારી રહી જાય તે સ્વાભાવિક છે. લોકોની લાઇફસ્ટાઇલ સતત બદલાઇ રહી છે.

આવી સ્થતીમાં બીજી બિમારીઓની સાથે સાથે કીડની ખરાબ થવાના મામલા પણ વધી રહ્યા છે. એક વખત કિડનીની બિમારી થઈ ગયા બાદ લોકો લાઈફથી હતાશ થઈ જાય છે. વાસ્તવિકતા એ છે કે જા યોગ્ય રીતે સારવાર કરવામાં આવે અને સાવધાની રાખવામાં આવે તો કિડની ખરાબ થયા બાદ પણ લાંબા સમય સુધી જીવી શકાય છે. અનેક જાણીતા તબીબોએ આ સંદર્ભમાં તેમની પ્રતિક્રિયાઓ આપી છે. કિડનીને ખરાબ કરતા કેટલાક પરિબળોને લઈને સાવધાન રહેવાની જરૂર છે. દરરોજ સાત-આઠ ગ્લાસથી ઓછું પાણી પીવાની સ્થતિમાં કિડની ખરાબ થવાનો ખતરો રહે છે. આ ઉપરાંત વધારે પ્રમાણમાં મીઠું ભોજનમાં લેવાની બાબત પણ જાખમી છે. હાઈ બીપીની સારવારમાં લાપરવાઈ કરવાની બાબત પણ જાખમી સાબિત થઈ શકે છે. વધુ પ્રમાણમાં પેનકીલર લેવાથી પણ ખતરો રહે છે.

કોઈને પણ દવાઓને લઈને પણ પ્રયોગો કરવા જાઈએ નહીં. કેટલીક દવાઓ ખાસ કરીને આયુર્વેદિક અને વિદેશી દવાઓમાં લેડ અને પ્રોટેશિયનનું પ્રમાણ વધારે પ્રમાણમાં રહે છે જે કિડની માટે ખૂબ જ નુકસાનકારક સાબિત થઈ શકે છે. કિડનીની બિમારીથી બચવા માટે પણ કેટલીક સલાહ ઉપર ધ્યાન આપવાની જરૂર છે. પૂરતા પ્રમાણમાં ફળ અને કાચી શાકભાજી ઉપર વધારે ધ્યાન આપવામાં આવે તે જરૂરી છે. દ્રાક્ષની પણ ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા રહે છે.મેગ્નેશિયનમની પણ મહત્વપૂર્ણ ભૂમિકા રહે છે. મેગ્નેશિયમવાળી ચીજા વધારે પ્રમાણમાં લેવી જાઈએ. ભોજનમાં મીઠું, સોડિયમ અને પ્રોટીનનું પ્રમાણ ઘટાડી દેવું જાઈએ. ૩૫ વર્ષની વય બાદ વર્ષમાં એક વખત બ્લડપ્રેશર અને સુગરની ચકાસણી ચોક્કસપણે કરાવવી જાઈએ.

બ્લડપ્રેશર અને ડાયાબિટીસના લક્ષણ મળી ગયા બાદ અન્ય તબીબી ચકાસણી કરાવવી જાઈએ. પોષક ત¥વોથી ભરપૂર હોય તેવા ભોજનની સુવિધા હમેશા રાખવી જાઈએ. નિયમિત રીતે કસરત અને વજન ઉપર નિયંત્રણથી પણ કિડનીની આશંકાઓને પણ ઘટાડી શકાય છે. કિડનીની બિમારી ધરાવતા દર્દીઓને ચોક્કસ પ્રકારના ભોજનને ટાળવાની પણ સલાહ આપવામાં આવે છે. પ્રોટીન, કેલેરી, વિટામીન, સોડિયમ અને અન્ય ચીજા યોગ્ય પ્રમાણમાં લેવી જાઈએ. કિડનીની હાલતને ધ્યાનમાં લઈને વધુ પ્રમાણમાં કિડનીને મજબૂત રાખી શકે તેવી ચીજા રાખવી જાઈએ. પ્રવાહી પદાર્થોનો ઉપયોગ વધારે કરવો જાઈએ.તાજેતરમાં જ કરવામાં આવેલા એક નવા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે વેજિટેરિયન ડાઈટ કિડની માટે ખૂબ જ મહત્વપૂર્ણ અને ઉપયોગી છે.

કિડનીના રોગના દર્દીઓને ઘણી તકલીફથી વેજિટેરિયન ડાઈટ બચાવી શકે છે અને મદદરૂપ થઈ શકે છે. વેજિટેરિયન ડાઈટના મામલામાં અગાઉ પણ ઘણા અભ્યાસ થઈ ચૂક્યા છે જે ઘણા યોગ્ય તારણો આપે છે. શરીરમાં ફોસ્ફરસના ટોક્સીક પ્રમાણને ઘટાડવામાં વેજિટેરિયન ડાઈટ ઉપયોગી સાબિત થાય છે. કિડની રોગના દર્દીઓને ફોસ્ફરસના હિસ્સાને મર્યાદિત રાખવાની સલાહ હંમેશા આપવામાં આવે છે. કારણ કે મિનરલના ઊંચા સ્તરથી હાર્ટએટેક થવાનો ખતરો વધી જાય છે. મોતનું સંકટ પણ રહે છે. કિડનીના રોગ સાથે ગ્રસ્ત દર્દીઓ માટે ઓછા ફોસ્ફરસના ડાઈટને જાળવી રાખવાની સલાહ મેડિકલ માર્ગદર્શિકામાં આપવામાં આવી છે.

તાજેતરમાં જ કરવામાં આવેલા અભ્યાસમાં ઘણી મહત્વપૂર્ણ વિગતો સપાટી પર આવી છે. અમેરિકામાં ઇન્ડયાના યુનિવર્સિટી સ્કૂલ ઓફ મેડિસિનમાં જાણકાર નિષ્ણાંત અને આ અભ્યાસ સાથે સંકળાયેલા સેરોન મોઈએ કહ્યું છે કે કિડની સાથે ગ્રસ્ત નવ દર્દીઓમાં ફોસ્ફરસના પ્રમાણ અંગે વેજિટેરિયન અને માંસ આધારિત ડાઈટની અસર પર અભ્યાસને ધ્યાનમાં લઈને તારણો આપવામાં આવ્યા છે. દર્દીઓને એક સપ્તાહ સુધી વેજિટેરિયન અથવા તો માંસ આધારિત ડાઈટ અનુસરવા કહેવામાં આવ્યું હતું. આ ડાઈટ બાદ બંને ડાઈટ લેનાર લોકોના બ્લડ અને યુરિન સેમ્પલોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. પ્રોટીન અને ફોસ્ફરસનું પ્રમાણ બંને ડાઈટમાં છે પરંતુ પરિણામમાં ઘણી મહત્વની વિગતો જાણવા મળી હતી. સંશોધકો એવા તારણ ઉપર પહોંચ્યા છે કે તેમના અભ્યાસમાં જાણવા મળ્યું છે કે ડાઈટમાં પ્રોટીનનું પ્રમાણ કિડની સાથે ગ્રસ્ત દર્દીઓમાં ફોસ્ફરસના સ્તર પર મહત્વપૂર્ણ અસર કરે છે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY