ઇસખંડી ગામે શાળાના વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ તથા ગરીબ પરિવારોને જીવન જરૂરીયાત ચીજવસ્તુની કીટનું વિતરણ કરતાં જિલ્લા કલેકટર બી.કે.કુમાર

0
131

(ડાંગમાહિતી બ્યુરો)ઃ આહવા તા.૦૯ જુલાઇઃ- આજરોજ સુબિર તાલુકાના ઇસખંડી પ્રાથમિક શાળા ખાતે લાવણ્ય ફાઉન્ડેશન સુરત દ્વારા શાળાના વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ તથા ગરીબ પરિવારોને જીવનજરૂરિયાતની ચીજવસ્તુની કીટનું વિતરણ જિલ્લા કલેકટરશ્રી બી.કે.કુમારના  વરદ્દહસ્તે કરવામાં આવ્યું હતું.

લાવણ્ય ફાઉન્ડેશન દ્વારા ઇસખંડી ગામે શાળાના ૧૩૧ બાળકોને શૈક્ષણિક કીટ તથા ૧૦૦ ગરીબ પરિવારોને જીવન જરૂરિયાત ચીજવસ્તુની કીટનું વિતરણ કરાયું હતું.

આ પ્રસંગે જિલ્લા કલેકટરશ્રી બી.કે.કુમારે જણાવ્યું હતું કે, આજે આદિવાસી અંતરીયાળ વિસ્તારોમાં સ્વૈચ્છિક સામાજીક સંસ્થાઓ સેવાઓ આપીને તેઓ  પોતાનું સામાજીક દાયિત્વ નિભાવી રહી છે. ગરીબ પરિવારો પોતાના બાળકોને શિક્ષણ આપીને શિક્ષિત સમાજનું ઘડતર કરીને ભવ્ય ભારતનું નિર્માણ કરે.તે માટે સરકારે શિક્ષણ,આરોગ્ય, કૃષિ અને પશુપાલન ક્ષેત્રે  અનેકવિધ યોજનાઓ અમલી બનાવી છે. આયોજનાઓનો લાભ લઇને તેઓ  પોતાના પરિવાર તથા દેશનો ઉત્કર્ષ  કરીને દેદિપ્યમાન નવભારતનું સર્જન કરે.

આ તકે, લાવણ્ય ફાઉન્ડેશનના શ્રી અનિલભાઇ શાહે કહ્યું હતું કે, સશકત ભાવિ પેઢીના નિર્માણ માટે શિક્ષણ એ પ્રાથમિક જરૂરિયાત છે. રાજય સરકાર પણ  શિક્ષણ ક્ષેત્રે વિવિધ યોજનાઓ અમલી બનાવી છે. સરકારની સાથે સાથે સ્વૈચ્છિક સામાજીક સંસ્થાઓ પણ  શિક્ષણ, આરોગ્ય ક્ષેત્રે સહયોગ આપીને ગ્રામોત્થન થકી  દેશોત્થાનની દિશામાં કામ કરી રહ્યા છે.

આ કાર્યક્રમમાં લાવણ્ય ફાઉન્ડેશનના પ્રમુખશ્રી દિપેશભાઇ શાહ, અધિકારીશ્રીઓ /પદાધિકારીશ્રીઓ તેમજ મોટીસંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY