હોળીના મેળાઓ માટે વધારાની બસો દોડાવાશે

0
25

વલસાડ, તા.૧૨
વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના સુથારપાડા ખાતે ૧૭ થી ૧૯મી માર્ચ, ૧૯, ડાંગ જિલ્લાના આહવા તાલુકા મથકે તા.૧૬ થી ૧૯મી માર્ચ તેમજ મહુવા તાલુકાના વાંસકુઇ ખાતે તા.૧૭મી માર્ચના રોજ હોળીના તહેવાર નિમિત્તે મેળાઓ યોજાશે. આ મેળામાં જવા તથા આવવા માટે વલસાડ એસ.ટી. વિભાગ દ્વારા મુસાફરોના પ્રમાણમાં વધારાની એસ.ટી. બસોનું સંચાલન કરવામાં આવશે. જેનો મુસાફર જનતાને લાભ લેવા એસ.ટી. વલસાડના વિભાગીય નિયામક દ્વારા જણાવાયું છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY