ડો. હાથીનું કિરદાર નિભાવનાર કવિ કુમાર આઝાદનું હાર્ટ એટેકથી નિધન થતા ઘેરો શોક
ટીવી શો તારક મહેતાના ઉલ્ટા ચશ્માના ડોકટર હંસરાજ હાથીનો કિરદાર કરનાર કવિ કુમાર આઝાદનું નિધન થયું છે. અભિનેતા છેલ્લા ઘણા સમયથી આ શો સાથે જોડાયલા છે. અભિનેતા કવિ કુમાર આઝાદનું મૃત્યું હાર્ટ એટેક આવવાથી થયું છે. અત્રે ઉલ્લેખનીય છે કે થોડા દિવસ અગાઉ જ ટ્વિટર એકાઉન્ટમાં એક પોસ્ટમાં અભિનેતાએ કહ્યું હતું કે ‘ કોઇ એ કહ્યું છે કે કલ હો ન હો, હું કહું છું કે પલ હો ન હો, દરેસ સમય જીવો’ કવિ કુમાર આઝાદના નિધનથી ટીવી ઇન્ડસ્ટ્રીઝને એક મોટો ઝટકો લાગ્યો છે. એક અહેવાલ મુજબ 2010માં આ અભિનેતાએ પોતાનું 80 કિલો વજન સર્જરી દ્વારા ઉતાર્યું હતું.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



