કોઠારા વિસ્તારમાંથી દારૂ સાથે એક આરોપીને ભુજ એલસીબીએ પકડી પાડયો

0
320

કોઠારા: કોઠારા વિસ્તારમાં પેટ્રોલીંગ દરમિયાન તુતરા પોલીસ ચેક પોસ્ટ પાસે આવતા ખાનગી રાહે સચોટ બાતમી મળેલ કે એક ઇસમ સીલ્વર કલરની મહિન્દ્રા બોલેરો ગાડી નં.જીજે-૧૦-વાય-૯૪૩૪ વાળીમાં ઇંગ્લીશદારૂના જથ્થા સાથે કોઠારા-માંડવી હાઇવે થી નીકળનાર છે. જે મળેલ બાતમીના આધારે તુરંત જ વર્કઆઉટ કરી કોઠારા થી માંડવી જવાના રસ્તા પર વોચમાં રહેલ તે દરમ્યાન બાતમી વાળી મહિન્દ્રા બોલેરો ગાડી આવતા જે ગાડી ઉભી રખાવી ચેક કરતા આરોપી દિપક જમનાદાસ જેઠવાણી, ઉ.વ.ર૭, રહે.મુળ ગામ- મોથાળા, તા.અબડાસા હાલ રહે.ગોકુલનગર, જકાતનાકા, પાસે, પ્રાર્થના એપાર્ટમેન્ટ ત્રીજા માળે, રૂમ નં.૩૦૨, જામનગર વાળો હોવાનું જણાવેલ જેના કબ્જાની ફોર વ્હીલર કાર નં.જીજે-૧૦-વાય-૯૪૩૪, વાળી ચેક કરતા તેમાંથી જુદી-જુદી બ્રાન્ડની ઇંગ્લીશ દારૂની ૭૫૦ એમ.એલ.ની કાચની શીલબંધ બોટલ નંગ-૨૦૩, કિ.રૂા.૭૧,૦૫૦/- નો પ્રોહિનો જથ્થો મળી આવેલ તથા દારૂની હેર ફેર માટે ઉપયોગમાં લીધેલ બોલેરો ગાડી જેની કિ.રૂા.૨,૫૦,૦૦૦/- એમ કુલે કિ.રૂા.૩,૨૧,૦૫૦/- ના મુદામાલ સાથે પકડાયેલ આરોપી વિરૂધ્ધ કોઠારા પો.સ્ટે. કાયદેસરની કાર્યવાહી કરી ફરીયાદ દાખલ કરવામાં આવેલ છે.

ગૌતમ બુચિયા
રિપોર્ટર કચ્છ
૬૩૫૧૮૭૭૩૬૭

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY