નર્મદા ડેમના પીઆરઓ કચેરી માં ફરજ બજાવતા વર્ક આસિસ્ટન્ટ છેલ્લા 9 માસથી પેન્શનથી વંચિત : મુખ્ય મંત્રીને રજૂઆત

0
324

પ્રવાસન વિભાગની કચેરી કેવડિયા દ્વારા પેન્શન ફાઈલ વિલંબિત કરતા આ કર્મચારીનું પરિવાર આર્થિક મુશ્કેલીમાં મુકાયું 

રાજપીપળા : નર્મદા બંધ કેવડિયા કોલોની પ્રવાસન વિભાગના તાબામાં ચાલતી પીઆરઓ કચેરીમાં વર્ક આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવતા જી.વી.પટેલ હાલ નિવૃત થઇ ગયા ને 9 મહિના થઇ ગયા જેમનું હજુ પેન્શન બંધાયું નથી છેલ્લા 9 મહિી લોકો પાસે ઉધાર માંગી ઘર ચલાવી રહ્યા છે ત્યારે તેમનું પેન્શન મંજુર કરી આપવા માટે જીવી પટેલે મુખ્ય મંત્રી વિજય રૂપાણીને લેખિતમાં રજુઆત કરી જેમ બને તેમ વહેલું પેન્શન આપવા માંગ કરી છે.

કેટલીક વાર જે કચેરીમાં કામ કરતા હોય એ કચેરીના કર્મચારીઓ દ્વારા કામગીરી અંગે બેદરકારી દાખવવાથી અન્ય કર્મચારી હેરાન પરેશાન થઇ જતા હોય છે આવો કિસ્સો આજે પ્રવાસન કચેરીમાં ફરજ બજાવતા જીવીપટેલ સાથે બન્યો છે જેમની નિવૃત્તિની તારીખ નક્કી હોવા છતાં કચેરીમાં કામ સંભાળતા ક્લાર્ક દ્વારા કામગીરીમાં વિલંબ કરતા આજે નિવૃત થયા ને 9 મહિના થઇ ગયા છતાં પેન્શન ચાલુ થયું નથી, પેન્શન ચાલુ કરવા આ નિવૃત કર્મચારી જાતે ગાંધીનગર ના 3 ધક્કા ખાઈ આવ્યા અને જે બોન્ડ લાવાના હતા જે તમામ જાતે લઈને આપ્યા તેમ છતાં પણ કચેરીની ગોકળ ગતિએ ચાલતી કમગીરીનો આ કર્મચારી ભોગ બન્યો છે ત્યારે તેના પરિવારનું પ્રવાસન વિભાગના કર્મચારીઓ વિચારે અને પેન્શન કેશની જે પણ કવેરીઓ હોય ઝડપથી શોલ કરી આ કર્મકારીનું પેન્શન આપે તો આ પરિવાર આર્થિક ભીંસમાંથી બહાર આવે.ત્યારે હવે કંટાળી જયારે કર્મચારીએ મુખ્ય મંત્રીને ફરિયાદ કરી છે ત્યારે મુખ્યમંત્રી કેવા પગલાં ભરે છે એ જોવું રહ્યું.

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY