મારે ડીઆરએસ લેવું જોઈતુ નહોતુ : કેએલ રાહુલ

0
9

ન્યુ દિલ્હી,તા.૨૬
ભારતીય બેટ્‌સમેન કેએલ રાહુલે કહ્યું કે, તેમને ખુબ જ અફસોસ છે કે તેમને અફઘાનિસ્તાન વિરૂદ્ધ એશિયા કપ મેચમાં ડીઆરએસની એક તક ગુમાવી દીધી જે મહેન્દ્રસિંહ ધોની અને દિનેશ કાર્તિકની વિકેટ બચાવી શકતી હતી.
ધોની અને કાર્તિક બંનેને એલબીડબ્લ્યૂ આઉટ આપવામા આવ્યો અને જો ભારત પાસે ડીઆરએસ બચ્યો હોત તો આ બંને ખેલાડીઓ વિરૂદ્ધ એમ્પાયરને પોતાના નિર્ણય બદલવાની ફરજ પડી શકતી હતી.
જોકે રાહુલે (૬૦) ભારતના એકમાત્ર રિવ્યૂનો ઉપયોગ કરી લીધો હતો, જેમાં તેને નિષ્ફળતા મળી હતી. રાહુલે કહ્યું, નિશ્ચિત રૂપે મને લાગી રહ્યું છે કે, ત્યારે મારે ડીઆરએસ લેવું જોઈતું નહતું. જ્યારે હુ ક્રિઝ પર હતો ત્યારે મને લાગ્યું કે, બોલ બહારની તરફ જઈ રહ્યો છે અને મે ત્રીજા એમ્પાયરની મદદ લઈ લીધી.
રાહુલે કહ્યું, ઘણી વખત તમે ડીઆરએસ સિસ્ટમની સમીક્ષા કરો છો ત્યારે લાગે છે કે, તમે પાછળના ખેલાડીઓ માટે ડીઆરએસ છોડી શકતા હતા. રાહુલે કહ્યું કે, ભવિષ્યમાં તેઓ ડીઆરએસ લેવામા વધારે સતર્કતા દાખવશે.
પરંતુ ભારતીય ફેન્સ રાહુલને માફ કરવાના મૂડમાં નથી. ૨૬ વર્ષના આ બેટ્‌સમેનની સોશિયલ સાઈટ પર સતત ટીકા થઈ રહી છે. એક યૂઝર્સે તો ત્યા સુધી પણ કહી દીધુ કે રાહુલે હાલમાં જ ખત્મ થયેલ ઈંગ્લેન્ડના પ્રવાસમાં પણ રિવ્યુ ગુમાવવામાં પોતાનું નામ કમાવ્યુ છે.
ભારત પહેલા જ ફાઈનલમાં જગ્યા બનાવી ચૂક્યું છે, જે શુક્રવારે થશે. રાહુલે કહ્યું, અમને આનાથી શિખામણ મળી કે જે શોર્ટ હું રમ્યો અને ડીઆરએસ મે લીધો જો બીજી વખત આવી સ્થિતિ આવે છે તો મને ખબર રહેશે કે, હવે આગળ શું કરવું છે.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY