મોબાઇલ નંબર પોર્ટીબિલિટી કરવાની કંપનીએ મનાઇ કરી તો લાગશે દંડ

0
6

ટ્રાઈએ એમએનપી પર મહત્વપૂર્ણ નિર્ણય કર્યો
ન્યુ દિલ્હી,તા.૨૬
TRAIએ મોબાઇલ નંબર પોર્ટિબિલિટી(MNP) સિસ્ટમ પર મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. તેમણે MNPમાં લાગતો સમય ઘટાડ્યો છે. હવે એક સર્કલમાં MNP કરાવવા પર માત્ર બે દિવસમાં નંબર પોર્ટ થઇ જશે. જ્યારે એક સર્કલ થી બીજા સર્કલમાંથી બીજા સર્કલમાં પોર્ટીબિલિટી કરવામાં માત્ર ૪ દિવસ લાગશે. પહેલાં તેમાં વધારે સમય લાગતો હતો.
TRAIએ આ વર્ષે માર્ચમાં કહ્યું હતું કે, તેઓ MNPની સમિક્ષા કરી રહ્યું છે જેથી ગ્રાહકો માટે MNP પ્રક્રિયાને સરળ અને ઝડપી બનાવી શકાય. MNP તે પ્રણાલી છે જેમાં કોઇ મોબાઇલ ગ્રાહક પોતાના હાલના નંબરને જાળવી રાખી અન્ય કોઇ કંપનીની સેવા લઇ શકે છે.
TRAIના સંશોધન નિયમન ૨૦૧૮ના ડ્રાફ્ટ પ્રમાણે જો કોઇ ટેલિકોમ કંપની આટલા સમયમાં પોર્ટીંગ કરી શકે નહી તો તેના પર દંડ લાગશે અને આ અંગે તેવી પણ માહિતી મળી રહી છે કે જો ટેલિકોમ કંપની ગ્રાહકને પોર્ટીંગની મનાઇ કરે તો તેની માટે યોગ્ય કારણ હોવું જોઇએ. આવું નહી થવા પર તેના પર ૧૦ હજાર સુધીનો દંડ લાગશે.
TRAIના ચેરમેન આર.એસ. શર્માએ પહેલા જ કહ્યું હતું કે, અમે MNP પ્રક્રિયાને તિવ્ર કરવા માટે સલાહ પત્ર લાવી રહ્યાં છીએ. સલાહ પત્રનો લક્ષ્ય આ પ્રક્રિયામાં લાગતા સમયને ઓછો કરવા તથા પ્રક્રિયામાં ફેરફાર લાવવાનો છે.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY