કેએલ રાહુલ સાથે અફેરની વાત પર બોલી આથિયા: લિંકઅપના સમાચારથી કોઈ વાંધો નથી

0
4

મુંબઈ,તા.૯
બોલિવૂડમાં રોજ લિક્નઅપ કે પછી બ્રેકઅપની ખબરો આવતી રહે છે. ચાહકોને તેમના પ્રિય સ્ટાર વિશે જાણવામાં પણ ઘણો રસ હોય છે. સુનીલ શેટ્ટીની દીકરી આથિયા શેટ્ટી અને ક્રિકેટર કેએલ રાહુલ ઘણા લાંબા સમયથી ડેટિંગ કરે છે એવા સમાચાર હતા. હવે આથિયાએ ખુદ આ અંગે પોતાનું મૌન તોડયું છે.
છેલ્લા ઘણા સમયથી આથિયા શેટ્ટી અને કેએલ રાહુલ એકબીજાને ડેટ કરી રહ્યા હોવાના સમાચાર મળી રહ્યા છે. આ વખતે આથિયાએ આ વાત સ્વીકારી તો નહીં જ પણ તેને નકારી પણ નથી. હવે બોલિવૂડ લાઇફ સાથેની વાતચીતમાં તેણે કહ્યું છે કે લિક્નઅપના આ સમાચારથી તેની પર કોઈ અસર પડે છે કે નહીં? આ વિશે વાત કરતાં આથિયાએ કહ્યું, ‘મને લિંકઅપના સમાચારથી કોઈ વાંધો નથી. હું સંપૂર્ણ રીતે તૈયાર છું અને તમે આ વિષે મને જે કંઈ પૂછશો તેનો હું તમને જવાબ આપીશ નહીં. પણ હું સમજું છું કે આ બધું પૂછવાનું તમારું કામ છે.
આથિયાએ વધુમાં કહ્યું કે, ‘હું હંમેશાં માનું છું કે આપણે દરરોજ આપણા જીવનનો ઘણો ભાગ દુનિયાને આપીએ છીએ અને તે માનવીની ખાનગી બાબત છે. પછી ભલે તે મિત્રતા, સંબંધ કે કુટુંબ હોય. હું હંમેશાં આ બધાને સાચવીને રાખીશ. તેથી, હું તેના વિશે ક્યારેય વાત કરીશ નહીં.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY