રોમ રેક્નિંગ સિરીઝ : બજરંગ પૂનિયા અને રવિ કુમારની ધમાલ, જીત્યો ગોલ્ડ મેડલ

0
30

રોમ,તા.૧૯
ભારતીય રેસલર બજરંગ પૂનિયા અને રવિ કુમાર દાહિયાએ શનિવારે રાત્રે રોમ રેક્નિંગ સિરીઝની ફાઇનલમાં ધમાકેદાર પ્રદર્શન કરતા ગોલ્ડ મેડલ જીત્યા છે. ઓલિમ્પિક મેડલની આશા ૨૫ વર્ષીય બજરંગી જ્યાં પાછળ રહ્યાં બાદ વાપસી કરી અને અમેરિકાના બોક્સર જોર્ડન માઇકલ ઓલિવરને ૪-૩થી હરાવતા ૬૫ કિલો ફ્રીસ્ટાઇલ વર્ગમાં ગોલ્ડ મેડલ કબજે કર્યો છે.
બીજીતરફ રવિ કુમારે ૬૧ કિલો ફ્રીસ્ટાઇલ વર્ગનો ગોલ્ડ પોતાના નામે કર્યો છે. તેણે એકતરફા મુકાબલામાં કઝાકિસ્તાનના નુરબોલાત અબ્દુઆલિયેવને ૧૨-૨થી કારમો પરાજય આપ્યો હતો. બજરંગે જ્યાં ગોલ્ડ માટે મહેનત કરવી પડી તો રવિ માટે મુકાબલો એકતરફી રહ્યો હતો.
રસપ્રદ વાત છે કે રવિ આ વખતે ૬૧ કિલોમાં લડી રહ્યો હતો, જ્યારે તે આ પહેલા ૫૭ કિલો વર્ગમાં ઉતરતો હતો. ગોલ્ડ મુકાબલો હાર્યા બાદ વિપક્ષી રેસલરે ટ્વીટર પર લખ્યું, ‘આ મારી રાત નહતી, પરંતુ અહીં સુધી પહોંચવા માટે મેં મહેનત કરી હતી. તમને સલામ. ફરી મળીશું દોસ્ત.’
ભારતના સ્ટાર રેસલર બજરંગે પ્રથમ રાઉન્ડમાં અમેરિકાના જૈન એલેન રદરફોર્ડને મુશ્કેલ મેચમાં ૫-૪થી પરાજય આપ્યો હતો. ત્યારબાદ ક્વાર્ટર ફાઇનલમાં ભારતીય રેસલરે અમેરિકાના જોસફ ક્રિસ્ટોફર મૈક કેનાને ૪-૨થી હાર આપી અને સેમિફાઇનલમાં યૂક્રેનના વાલિસ શુપતારની સફરને ૬-૪થી સમાપ્ત કરી હતી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY