કોલકાત્તા,તા.૨૨
પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કો્ગ્રેસનાં ટોચના નેતા અને રાજ્યના મુખ્ય પ્રધાન મમતા બેનરજી તેમજ રાજ્યપાલ જગદીપ ધનકડ વચ્ચે હાલ ગજગ્રાહ ચાલી રહ્યો હતો. એક તબક્કે ગવર્નરે સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું હતું કે હું રાજ્ય સકારનો કર્મચારી નથી. રાજ્ય સરકાર પોતાના વિચારો મારા પર ઠોકી દઇ શકે નહીં.
રાજ્યપાલે ઉત્તર ૨૪ પરગણા વિસ્તારની મુલાકાત લેવાના હતા તેથી મમતા ઉશ્કેરાઇ ગયાં હતાં. જો કે મમતાને ઉશ્કેરાવા માટે કોઇ બહાનું જોઇતું હોય છે. ગવર્નર આજે ઉત્તર ૨૪ પરગણાની મુલાકાત લેવાના છે એવી ઔપચારિક જાહેરાત થતાં મમતાએ તેમને આ વિસ્તારની મુલાકાતે જવાની ના પાડી હતી. તેથી નારાજ થયેલા રાજ્યપાલે કહ્યું હતું કે તમે મને હુકમ કરી શકો નહીં. હું તમારો નોકર નથી.
રાજ્યપાલ ઉત્તર ૨૪ પરગણાના ધામાખાલી વિસ્તારમાં સ્થાનિક સાંસદ, ધારાસભ્યો અને અન્યોની સાથે બેઠક યોજવાના હતા. એ વિચાર માત્રથી મમતા નારાજ થયાં હતાં. જો કે મમતાના ઇશારે આ વિસ્તારના જિલ્લા મેજિસ્ટ્રેટે એવો પત્ર ગવર્નરને મોકલ્યો હતો કે હાલ રાજ્યના મુખ્ય પ્રધાન પશ્ચિમ બંગાળના ઉત્તર વિસ્તારની મુલાકાતે હોવાથી બધા સરકારી અધિકારીઓ તેમની સાથે બીઝી છે માટે તમારી બેઠકમાં કોઇ સરકારી અધિકારી હાજર નહીં રહી શકે. જિલ્લા મેજિસ્ટ્રેટે એવું પણ લખ્યું હતું કે રાજ્ય સરકારની પરવાનગી વિના હું કોઇ નેતાને આમંત્રણ નહી મોકલાવું.
આથી નારાજ થયેલા રાજ્યપાલે કહ્યું હતું કે મારે કોઇ સાથે વાત કરવી હોય તો શું રાજ્ય સરકારની પરવાનગી લેવી પડશે ? શું હું રાજ્ય સરકારનો કર્મચારી છું ?
"વંદે માતરમ ,ભારત માતાકી જય"


