કોલકાતા નાઈડ રાઈડર્સ પાસે બેક-અપ ઓપ્શનનો અભાવ : ગંભીર

0
104

કોલકાતા,તા.૨૦
ભારતીટ ક્રિકેટ ટીમના પૂર્વ ઓપનર ગૌતમ ગંભીરના મતે તેના નેતૃત્વ હેઠળની અગાઉની આઈપીએલ ફ્રેન્ચાઈઝ કોલકાતા નાઈટ રાઈડર્સ (કેકેઆર) પાસે પુરતા બેક અપ વિકલ્પ નથી અને ટીમ મેનેજમેન્ટે ટીમમાં ઓલ-રાઉન્ડર્સને લેવા પર વધુ મદાર રાખવાની જરૂર હતી જેથી ટીમ સંતુલિત બની શકે.
કોલકાતા નાઈટ રાઈડર્સે પેટ કમિન્સને આઈપીએલના ઈતિહાસમાં સૌથી વધુ રકમ રૂ.૧૫.૫૦ કરોડમાં ખરીદ્યો હતો. આ ઉપરાંત ઈંગ્લેન્ડના વર્લ્ડ કપ વિજેતા કેપ્ટન ઈઓન મોર્ગનને રૂ.૫.૨૫ કરોડમાં તેમજ ભારતીય સ્પિનર વરૂણ ચક્રવર્તીને રૂ.૪ કરોડમાં ખરીદ્યો હતો.
‘સમગ્ર ટીમને જોવામાં આવે તો આન્દ્રે રસેલ, મોર્ગન અને સુનિલ નારાયણનો કોઈ વિકલ્પ ટીમ પાસે નથી. જો મોર્ગન ઈજાગ્રસ્ત થાય છે તો ટીમમાં મિડલ ઓર્ડર બેટ્સમેનની ખોટ સાલી શકે છે,’ તેમ ગંભીરે એક ટીવી કાર્યક્રમમાં જણાવ્યું હતું.
ગંભીરના મતે મેનેજમેન્ટે મિચેલ માર્શ અથવા માર્કસ સ્ટોઈનિસ જેવા ખેલાડીઓ અંગે વિચાર કરવાની જરૂર હતી. આમ કરવાથી ટીમ સંતુલિત બની શકત તેમજ પ્લેયર્સ સમગ્ર સીરિઝ માટે તમારી સાથે રહેવાથી તમે નિશ્ચિંત રહી શકો છો. કેકેઆર પાસે ઈજાની ઘડીમાં ટોપ ઓર્ડરમાં ખેલાડીનો પણ વિકલ્પ નથી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY