સાગબારાના જાગૃત નાગરિકે જિલ્લા સ્વાગત કાર્યક્રમ હેઠળ મુખ્યમંત્રીને તપાસ કરવા માંગ કરતા ભ્રસ્ટાચારીયોમાં ફફડાટ
નર્મદા જીલામાં સેક્શન-૪ મા ચેકડેમો તેમજ ગામાઓમાં ચેકડેમ બનાવવામા આવ્યા છે તે ૯૦ % ચેકડેમોમા પાણી નથી

રાજપીપળા : નર્મદા જિલ્લામાં સાગબારા અને ડેડીયાપાડા તાલુકામાં ગુજરાત સિંચાઈ યોજના હસ્તકના થતા કામોમાં હલકી ગુણવત્તાવાળું મટીરીયલ્સ વાપરીને તેમજ એસ્ટીમેન્ટ મુજબનુ કામ ન કરી સાથે ચેકડેમ યોજનામા પણ કરોડો રૂપિયાનુ કૌભાડ કરવામાં આવ્યું હોય જેમાં ઉદવહન સિંચાઈ યોજનામાં ખાલી પાઈપ લાઈન કરવામાં આવેલ છે.તેમજ ટાંકી બનાવી દેવામા આવેલ છે. ખેડુતોને ઉદવહન સિંચાઈ યોજનાનો પાણીનો લાભ મળ્યોજ નથી ઉદવહન સિંચાઈ યોજનામાં પણ ખુબ જ મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર કરવામા આવેલ છે. જેમાં નર્મદા જીલ્લામાં સેક્શન-૪ મા ચેકડેમો તેમજ ગામડાઓમાં ચેકડેમ બનાવવામા આવ્યા છે તે ૯૦ % ચેકડેમોમા પાણી નથી. તેમજ ચેકડેમોની જયાં જરૂર હોય ત્યાં બનાવવામા આવ્યા નથી.નર્મદા જીલ્લામા ઘણી બધી જગ્યાએ એક ચેકડેમથી બીજા ચેકડેમનુ અંતર ૧૦ ફૂટનુ છે. તેમજ ઘણી બધી જગ્યાએ ૨૦ થી ર૫ ફુટની લંબાઈના મોટા ભાગના ચેકડેમો બનાવવામાં આવેલ છે. એટલે નર્મદા જીલ્લામાં ચેકડેમોની તેમજ ઉદવહન સિંચાઈ યોજનાની સ્થળ તપાસ દરમ્યાન સાથે રાખી તપાસ કરવામા આવે એવી માંગ સાગબારાના સ્થાનિક આગેવાન નઝીર મકરાણીએ કરીછે.
બોક્ષ : ફક્ત ડિઝલ એન્જીનો મૂકી મોટાપાયે ભ્રસ્ટાચાર થયો છે. : નઝીર મકરાણી
લાખો રૂપિયાની યોજનામાં ફક્ત 40 50 હજારના ડીઝલ એન્જીન ગોઠવી પાણી માટેની પાઇપ લાઈન નાખી દેવાઈ છે પરંતુ જ્યાં મશીનો મુક્યા છે ત્યાં પાણીજ નથી ચેક ડેમોના નામે લાખોનો ભ્રસ્ટાચાર કર્યો હોવાનું સ્પષ્ટ જણાઈ આવે છે છતાં બીલો કેમ પાસ થાય છે અને કોની કોની સંડોવણી છે એ તપાસનો વિષય છે માટે અમને સાથે રાખી તપાસ કરાય એવી મેં રજુઆત કરી હોવાનું નઝીર મકરાણી એ જણાવ્યું હતું .
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




