મુંબઈ,તા.૨
ટીમ ઇન્ડિયાનો દિગ્ગજ ઓફ સ્પિનર બોલર હરભજન સિંહે કહ્યું કે, એસએસકે પ્રસાદના નેતૃત્વમાં ચયન સમિતિના રાષ્ટ્રીય ટીમ પસંગદીના માપદંડ તેમની સમજથી ઉપર છે. પસંદગીકર્તાઓએ અફઘાનિસ્તાન અને ઇંગ્લેન્ડ વિરૂદ્ધ ટીમનો ભાગ રહેલા કરૂણ નાયરને સતત છ મેચોમાં અંતિમ ૧૧માં મોકો મળ્યા વિના વેસ્ટઇન્ડિઝ વિરૂદ્ધ ટેસ્ટ સિરીઝ માટે પસંદગી કરેલ ટીમથી બહાર કરી દીધો.
હરભજને મંગળવારે ઇન્ટરવ્યૂમાં કહ્યું,’આ એક એવું રહસ્ય છે જેનું નિરાકરણ લાવવાની જરૂરીયાત છે. ત્રણ મહિનાઓ સુધી બેંચ પર બેસેલ ખેલાડી એટલો ખરાબ કેવી રીતે હોઇ શકે છે કે તે ટીમમાં રહેવા લાયક પણ નથી.’
આંતરરાષ્ટ્રીય ક્રિકેટના વિભિન્ન શ્રેણીમાં ૭૦૦થી વધારે વિકેટ લેનાર આ બોલરે કહ્યું,’વિશ્વાસ કરો, રાષ્ટ્રીય ટીમની પસંદગી કર્તા માટે આ પસંદગી સમિતિ જે પ્રકારનું માપદંડ અપનાવે છે. તેનાથી મને તેમના વિચારો પર તરસ આવે છે.’ ટર્બનેટરના નામથી પ્રખ્યાત આ ખેલાડીએ કહ્યું કે, તેઓ નાયરના દુખને સમજી શકે છે, જે ટેસ્ટ ક્રિકેટમાં વીરેન્દ્ર સહેવાગ બાદ ટ્રીપલ સદી ફટકારનાર માત્ર બીજા ખેલાડી છે.
તેણે કહ્યું,’મને લાગે છે કે, અલગ-અલગ ખેલાડીઓની પસંદગી માટે અલગ-અલગ રીતો અપનાવવામાં આવે છે. કેટલાક ખેલાડીઓ એવા છે, જેમને સફળ થવા માટે અવસરો આપવામાં આવે છે, જ્યારે બીજાને અસફળ થવા માટે મોકો નથી મળી રહ્યો. આ યોગ્ય નથી.’
હરભજને સવાલ કર્યો,’જા હનુમા વિહારી વેસ્ટઇન્ડિઝ વિરૂદ્ધ બે ટેસ્ટે મેચોની સિરીઝમાં સફળ નહી થાય તો, તમે શું કરશો? કોઇ પણ ખેલાડી માટે જાકે હું તેવું ઇચ્છતો નથી, મારી શુભેચ્છાઓ હનુમા વિહારી સાથે છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



