ભ્રષ્ટાચાર કેસમાં દ.કોરીયાના પૂર્વ રાષ્ટ્રપતિને ૧૫ વર્ષની જેલ

0
34

સોલ, તા.૦૬
દક્ષિણ કોરીયાની એક કોર્ટે દેશના પૂર્વ રાષ્ટ્રપતિ લી મ્યુંગ બકને ૧૫ વર્ષની જેલની સજા ફટકારી છે. સોલ સેન્ટ્રલ ડિસ્ટ્રીક્ટ કોર્ટે તેમને લાંચ લેવા સહિતના અન્ય આરોપોમાં દોષી ઠેરવ્યા હતા. લી મ્યુંગ બક પર ભ્રષ્ટાચારના અનેક કિસ્સાઓમાં કાયદાકીય તપાસ ચાલી રહી છે. મહત્વનુ છે કે આવા જ એક કિસ્સામાં પોલીસ વોરંટ ઈશ્યુ કરવામાં આવ્યા બાદ આ વર્ષના માર્ચ મહિનામાં તેમની ધરપકડ કરવામાં આવી હતી અને તેમને સોલમાં રાખવામાં આવ્યા હતા. જાકે પૂર્વ રાષ્ટ્રપતિ લી મ્યુંગ બકે પોતાના ઉપર લગાવવામાં આવેલા આરોપોનું ખંડન કર્યુ છે અને અપીલ કરવા માટે એક સપ્તાહનો સમય માંગ્યો છે. દક્ષિણ કોરીયાના રુઢિવાદી લોકો માટે આ એક મોટો ઝાટકો છે. મહત્વનુ છે કે લીન ઉત્તરાધિકારી પાર્ક ગુન હેઈને પણ ભ્રષ્ટાચાર સહિતના કૌભાંડમાં દોષી ગણાવી ૩૩ વર્ષની સજા સંભળાવવામાં આવી હતી. જણાવી દઈએ કે, આ વર્ષે ૨૨ માર્ચના રોજ દક્ષિણ કોરીયા સરકારે પૂર્વે પ્રેસિડેન્ટ લી મ્યુંગ બક સામે ધરપકડ વોરંટ ઈશ્યુ કર્યુ હતું. લીને ભ્રષ્ટાચાર સહિતના મામલાઓમાં દોષી ઠેરવવામાં
આભાર – નિહારીકા રવિયા આવ્યા હતા. આ મામલે તેમની પૂછપરછ પણ કરવામાં આવી હતી.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY