નવી દિલ્હી, તા.૦૬ ફુટબોલ જગતના દિગ્ગજામાં સામેલ પેલેએ જણાવ્યુ કે તે પોર્તુગલના સ્ટાર ખેલાડી ક્રિસ્ટિયાનો રોનાલ્ડોની જગ્યાએ પોતાની ટીમમાં આર્જેન્ટીનાના સ્ટાર સ્ટ્રાઈકર લિયોનલ મેસ્સીને પસંદ કરશે. ભારતના પૂર્વ કેપ્ટન બાઈચુંગ ભૂટિયાની સાથે વાતચીતમાં પેલેએ આ અંગેની વાત કરી. બ્રાઝિલના દિગ્ગજ ફુટબોલ ખેલાડી પેલેએ જણાવ્યુ કે, કેટલાક લોકો તેમની સરખામણી જ્યોર્જ બેસ્ટ સાથે કરે છે પરંતુ બન્નેની સ્ટાઈલ ખૂબ જ અલગ છે અને આજ અંતર લિયોનલ મેસ્સી અને રોનાલ્ડોમાં છે.એક કાર્યક્રમમાં ૩ વખતના વર્લ્ડ ચેમ્પિયન રહી ચુકેલ પેલેએ કહ્યુ કે, જા હું પોતાની ટીમ અંગે નિર્ણય લઈશું, તો હું રોનાલ્ડોની જગ્યાએ લિયોનલ મેસ્સીને પસંદ કરીશ. પેલેએ જણાવ્યુ કે, મેસ્સી અને રોનાલ્ડોની સરખામણી કરવી મુશ્કેલ છે. મેસ્સીની સ્ટાઈલ રોનાલ્ડોથી બિલકુલ અલગ છે. કેટલાક લોકો મારી સરખામણી જ્યોર્જ સાથે કરે છે, પરંતુ અમારી રમતની રીત અલગ છે. રોનાલ્ડો વધુ સેંટર ફોરવર્ડ છે, જ્યારે મેસ્સી એક વધુ સારો સંતુલિત ખેલાડી છે. ફુટબોલ રમતમાં થયેલ ફેરફાર અંગે વાત કરતા પેલેએ કહ્યુ કે, આ રમત મેદાનની અંદર થોડી પણ નથી બદલાઈ. સૌથી વધુ ફેરફાર સુવિધાઓમાં આવ્યો છે. અમારી પાસે આટલી સારી સુવિધાઓ નહતી. પેલેએ ૧૯૫૮માં બ્રાઝિલ સાથે પ્રથમ વખત ફીફા વર્લ્ડકપનુ ટાઈટલ જીત્યુ હતું. ત્યારબાદ ૧૯૬૨માં આ ટાઈટલને બચાવ્યુ. પેલેની કેપ્ટનશીપમાં ૧૯૭૦માં બ્રાઝિલે ફરી એકવાર ફીફા વર્લ્ડકપ ટાઈટલ પર કબજા જમાવ્યો હતો.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



