કોસંબાના કંટવા ગામે ખેત મજૂર પર કુહાડી વડે હુમલો પોલીસે પિતા-પુત્ર સામે ફરિયાદ નોધી

0
4

સુરત, તા.૩
કોસંબા-કંટવા ગામના નિશાળ ફળીયા ખાતે રહેતા એક ખેત મજૂર પર કુહાડી વડે હુમલો કરી શરીરના ભાગે ગંભીર ઈજાઅો પહોચાડી પિતા-પુત્ર ફરાર થઈ ગયા હોવાનો બનાવ પોલીસ મથકે નોધાતા પોલીસે મારામારીનો ગુનો નોધી તપાસ હાથ ધરી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર માંગરોળ તાલુકાના કંટવા ગામના નિશાળ ફળીયા ખાતે સંજયભાઈ ભાણાભાઈ વસાવા રહે છે. તેઅો ખેતરમાં કામ કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. આજથી ત્રણ-ચાર દિવસ પહેલા આ વિસ્તારમાં રહેતા અમરતભાઈના પુત્ર સહદેવની હરકત બાબતે અમરતભાઈને કહેવા જતાં ઉશ્કેરાઈ જઈ અમરતભાઈ અને તેના પુત્રએ લાકડી તથા કુહાડી વડે હુમલો કરી ખેતમજૂરના માથાના ભાગે ઈજાઅો પહોચાડી ફરાર થઈ ગયા હતા. જાકે આજુબાજુના લોકો ભેગા થઈ જતાં પિતા-પુત્ર ફરાર થઈ ગયા હતા. ઈજાગ્રસ્ત ખેત મજુરે કોસંબા પોલીસ મથકમાં ફરિયાદ નોધાવતા પોલીસે ગુનો નોધી તપાસ હાથ ધરી છે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY