સુરત, તા.૩
વરાછા વસંતભીખાની વાડી ખાતે અગાઉ થયેલા ઝઘડાની અદાવત રાખી પિતા પુત્રએ રત્ïનકલાકાર પર લોખંડના સળીયા તથા લાકડાના ફટકા વડે માર મારી ડાબા હાથના ભાગે ફેક્ચર કરી ચાર આરોપીઅો ફરાર થઈ ગયા હોવાનો બનાવ વરાછા પોલીસ મથકે નોધાયો હતો.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર મૂળ બિહારના વતની અને હાલ એલ.એચ. રોડ વસંત ભીખાની વાડી ગોદાવરી નિવાસ ખાતે અર્જુન સીતારામ મહંતો રહે છે. ૩૭ વર્ષનો આ યુવાન રત્નકલાકાર છે. ગત ૨૮મી અોક્ટોબરના રોજ આનંદ રાજપુત તથા તેના પિતા અરવિંદ રાજપુતનો ઝઘડો અર્જુન મહંતો સાથે થયો હતો. જેની અદાવત રાખી આનંદ રાજપૂત, અરવિંદ રાજપૂત, નરેશ સહાની તથા વિવેક સહાની વગેરેઅોએ ગતરોજ રાત્રિના સુમારે લોખંડના સળીયા તથા લાકડાના ફટકા વડે રત્નકલાકાર પર હુમલો કરી ડાબા હાથના ભાગે ઈજાઅો પહોચાડી ફરાર થઈ ગયા હતા. ઈજાગ્રસ્ત યુવકે વરાછા પોલીસ મથકમાં ફરિયાદ નોધાવતા પોલીસ આઈપીસી ૩૨૩, ૩૨૫ મુજબનો ગુનો નોîધી તપાસ હાથ ધરી છે.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



