કરાંચી,તા.૮
પાકિસ્તાનના ભૂતપૂર્વ ફાસ્ટેસ્ટ બોલર શોએબ અખ્તરે એક જાણીતી ચૅનલ પર કહ્યું હતું કે ‘રોહિત શર્માની ટેસ્ટ-કરિયર હવે તેણે ઓપનર તરીકે ટેસ્ટના બન્ને દાવમાં સદી ફટકારી એનાથી ખૂબ સુધરશે, ખૂબ વૃદ્ધિ પામશે. મોહંમદ શમીની વાત કરું તો તે રિવર્સ-સ્વિંગનો કિંગ બની શકે એમ છે.’
શોએબે એવું પણ કહ્યું હતું કે ‘ફાસ્ટ બોલિંગની બાબતમાં શમી જે રીતે મારા સંપર્કમાં રહેતો હોય છે એવી એક પણ પાકિસ્તાની બોલરે મારી પાસે સલાહ નથી લીધી.
દરમિયાન, મોહંમદ શમીની રિવર્સ સ્વિંગ બૉલિંગની પ્રવીણતા ભારતની ટીમ માટે બિનમદદકર્તા પિચ પર રમતી વખતે એક મોટો લાભદાયક મુદ્દો છે, એમ ભારતના ઓપનિંગ બેટ્સમેન રોહિત શર્માનું માનવું છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



