ઓસ્કાર્સ : વિઝયુઅલ ઇફેક્ટ્સની ટ્રોફીની રેસમાં ‘એવેન્જર્સ’ સામેલ

0
5

લોસ એન્જલ્સ,તા.૫
‘એવેન્જર્સઃ એન્ડગેમ’, ‘કેટ્સ’, ‘ધ આઇરિશમેન’ અને ‘સ્ટાર વોર્સઃ ધ રાઇઝ ઓફ સ્કાયવોકર’ સહિત ૨૦ ફિલ્મ્સ વચ્ચે બેસ્ટ વિઝયુઅલ ઇફેક્ટ્સના એવોર્ડ માટે ઓસ્કાર્સ ખાતે કમ્પિટિશન થશે. ધ એકેડમી ઓફ મોશન પિક્ચર આર્ટ્સ એન્ડ સાયન્સીસની વિઝયુઅલ ઇફેક્ટ્સ બ્રાન્ચ એક્ઝિક્યૂટિવ કમિટીએ એવોર્ડ માટે વધુ વિચાર કરવા માટે યોગ્ય ફિલ્મ્સનું પ્રાથમિક લિસ્ટ નક્કી કર્યું છે. આ મહિનામાં મોડેથી કમિટી દસ ફિલ્મ્સનું એક શોર્ટલિસ્ટ સિલેક્ટ કરશે.
ગયા વર્ષે વિઝયુઅલ ઇફેક્ટ્સની ટ્રોફી ‘ફર્સ્ટ મેન’એ મેળવી હતી. ૨૦૧૭માં રિલીઝ થયેલી ફિલ્મ્સમાં ‘બ્લેડ રનર ૨૦૪૯’એ આ એવોર્ડ જીત્યો હતો. તાજેતરના ભૂતકાળના વિનર્સમાં ‘ધ જંગલ બુક’, ‘એક્સ મશિના’, ‘ઇન્ટરસ્ટેલર’, ‘ગ્રેવિટી’, ‘લાઇફ ઓફ પાઈ’, ‘હ્યૂગો’, ‘ઇન્સેપ્શન’, ‘અવતાર’ અને ‘ધ ક્યૂરિયસ કેસ ઓફ બેન્જામિન બટન’નો સમાવેશ થાય છે. ૯૨માં એકેડમી એવોર્ડ્ઝ માટેનાં નોમિનેશન્સની જાહેરાત ૧૩મી જાન્યુઆરીએ થશે જ્યારે નવમી ફેબ્રુઆરીએ સેરેમની થશે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY