મી ટુ અભિયાનના કારણે બોલિવુડ, ફેશન, મોડલિંગ અને પત્રકારત્વના ક્ષેત્રમાં તેમજ કોર્પોરેટ જગતમાં મોટી હસ્તીઓના અસલી ચહેરાઓનો પર્દાફાશ થયો છે.
અનેક મોટી અને લોકપ્રિય હસ્તીઓના અસલી ચહેરા લોકોની સામે આવી ગયા છે. જે મહિલાઓ તેમના વિતેલા વર્ષોમાં કડવા અનુભવની વાત હવે સાહસપૂર્વક કરી રહી છે તેન પ્રશંસા થવી જાઇએ. આ સારી બાબત છે કે મહિલાઓ હવે લાંબા સમય બાદ પણ પોતાન સાથે થયેલા ખરાબ વર્તનના મામલે હિમ્મતપૂર્વક અવાજ ઉઠાવવા આગળ આવી રહી છે. આરોપીઓને પણ સમજી લેવાની જરૂર છે કે બચવા માટે નવા નવા હથકંડા અપનાવવાના બદલે જાતિય સતામણીના જે આરોપો મુકવામાં આવ્યા છે તે જા યોગ્ય છે તો સ્વીકાર કરવામાં આવે. જે થયુ તે ખોટુ હતુ તે બાબત સ્વીકારી લેવામાં ભલાઇ રહેલી છે. પીડિતાની સહમતિ સાથે, કાયદાની આજ ઉદારતાની શરણે જઇને આરોપીઓએ ભુલ કબુલી લેવી જાઇએ.
આવુ કરવામાં જ સારી બાબત ઉભરીને સપાટી પર આવશે. જા ભુલ સ્વીકાર કરીને દોષિતો આગળ નહીં આવે તો આ સંબંધમાં કાનુન ખુબ જ કઠોર છે. કાયદામાં જાગવાઇ કરવામાં આવી છે કે ફરિયાદ સમિતી વિલંબની અવગણના કરીને ફરિયાદની ગંભીર નોંધ લઇ શકે છે. પીડિત મહિલાઓના સાહસની પ્રશંસા થવી જાઇએ. કારણ કે લાંબા સમય બાદ પણ મહિલાઓ તેમન સાથે થયેલા ખરાબ વર્તનને લઇને આગળ આવી રહી છે. બોલિવુડની વિતેલા વર્ષોની અભિનેત્રી તનુશ્રી દત્તા દ્વારા છેડેલી લડાઇ જારી રહે અને તમામ ક્ષેત્રોમાં રહેલા આ પ્રકારના લોકોના અસલી ચહેરા સપાટી પર આવે તે જરૂરી છે. જાણકાર લોક માને છે કે માનહાનિના કેસની ધાર ને નબળી કરવા માટે પિડિત મહિલાઓએ આંતરિક ફરિયાદ સમિતી અને પોલીસમાં પણ લેખિતમાં પોતાની ફરિયાદ કરવી જાઇએ. મી ટુ અભિયાન મહિલા સશક્તકરણની દિશામાં ઐતિહાસિક સાબિત થઇ શકે છે. અસમંજસ, સંકોચ, ભય અને બિનસુરક્ષાની ભાવનામાંથી બહાર નિકળીને અનેક સાહસી મહિલાઓએ પુરૂષોના અસલી ચહેરાઓને સપાટી પર લાવવા માટે એક અભિયાનની શરૂઆત કરી દીધી છે. જાતિય સતામણીના મામલાઓને જાહેરમાં લાવીને આ પ્રકારના લોકોને ખુલ્લા પાડવા માટેની લડાઇ છેડી દીધી છે.
નિર્ભયા ગેંગ રેપ કેસ બાદ વર્ષ ૨૦૧૩માંમ ભારતીય દંડ સહિતા અથવા તો ઇન્ડયન પિનલ કોડમાં સુધારો કરીને જાતિય સતામણીની વિસ્તૃત પરિભાષા કલમ ૩૫૪ એમાં સામેલ કરવામાં આવી હતી. બિન સહમતિ સાથે કરવામાં આવેલા કોઇ પણ કૃત્યને જાતિય સતામણી તરીકે ગણવાની વાત કરવામાં આવી હતી. કોઇ પણ પ્રકારના એવા વર્તન જેમાં મહિલાની સહમતી હોતી નથી તેવા વર્તને જાતિય સતામણી તરીકે ગણવામા આવે છે. આ પ્રકારના અપરાધમાં એકથી ત્રણ વર્ષની સજાની જાગવાઇ રહેલી છે. સાથે સાથે દંડની જાગવાઇ પણ રહેલી છે. આ ઉપરાંત જા ફરિયાદમાં લખવામાં આવેલા તથ્ય, બળાત્કાર, પીછો કરવા, સંતાઇ સંતાઇને જાવાની બાબત પણ ગુના હેઠળ આવે છે. આમાં પણ અલગ અલગ રીતે સજાની જાગવાઇ રહેલી છે આરોપીઓને સમજી લેવાની જરૂર છે કે માનાનિના કેસથી અથવા તો ડરથી મી ટુ અભિયાન રોકાનાર નથી.
છતાં પણ કાયદાના જાણકાર લોકો કહે છે કે માનહાનિના કેસની ધાર ઓછી કરવા માટે માટે પિડિતાઓને આંતરિક ફરિયાદ સમિતિની સમક્ષ પણ રજૂઆત કરવી જાઇએ. પોલીસને લેખિતમાં ફરિયાદ પર આપવી જાઇએ. આરોપીઓને સમજી લેવાની જરૂર છે કે આરોપોમાંથી બચવા માટે નવા નવા હથકંડા અપનાવવાના બદલે પોતાની ભુલને સ્વીકારી લેવામાં આવે. કારણ કે ભુલ ન સ્વીકારવાની સ્થતીમાં કાયદા કઠોર રહેલા છે.
કાયદાની ઉદારતા છે કે આ પ્રકારની માફી અને ભુલ સ્વીકારવા માટેની બાબત અધિનિયમની કલમ ૧૦માં ઉપલબ્ધ છે. પિડિતાની સહમતિ સાથે કાયદાની આ જ ઉદારતાની શરણમાં જઇને આરોપીઓ તેમની ભુલી સ્વીકાર કરે તે જરૂરી છે. જા આરોપી આવુ કરશે નહીં તો કાયદા ખુબ કઠોર છે. જે પિડિતાના આરોપ એવી અપરાધિક બાબતની હદમાં આવે કે જે માફ કરવા લાયક નથી તો આવા કેસમાં લડાઇ કાયદાકીય અંજામ સુધી પહોંચે તે પણ જરૂરી છે. મીટુ હેઠળ વિવિધ ક્ષેત્રોના લોકપ્રિય લોકોના અસલી ચહેરા સપાટીએ આવ્યા છે.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



