દુષ્કાળગ્રસ્ત કચ્છ જિલ્લાના ખેડૂતોને કરોડનું રૂપિયાનું ચુકવણું માત્ર ૪૮ કલાકમાં કર્યું

0
153

દુષ્કાળગ્રસ્ત કચ્છ જિલ્લાના ખેડૂતોને સો કરોડ થી વધુ રકમનું ૪૮ કલાકમાં ચુકવણું કરી કચ્છ જિલ્લા પંચાયતે કરેલ ઐતિહાસીક કામગીરી 

ભુજ કચ્છ: દુષ્કાળગ્રસ્ત કચ્છ જિલ્લાના ખેડૂતોના પાક નુકસાની વળતર માટે સરકાર દ્વારા ક્રોપ ઈનપુટ સહાય જાહેર કરવામાં આવી હતી.જેની અરજી સ્વીકારવાની અંતિમ તારીખ ૩૧/૧/૨૦૧૯ જાહેર થયેલ જે પૂર્ણ થયાનાં ૪૮ કલાકની અંદર કચ્છ જીલ્લામાં જે ૧,૨૦,૦૦૦ અરજીઓની પ્રોસેસ કરી હતી(૧,૨૫,૦૦૦ થી વધુ ખેડૂતોની સહાયની આવેલ અરજીઓ પૈકી) તે નિકાલ કરી રૂ.૧૦૦,૧૨,૨૨,૫૯૯/- (રૂપિયા સો કરોડ બાર લાખ બાવીસ હજાર પાંચ સો નવાણું) સહાયની રકમના ચૂકવણા માત્ર ૪૮ કલાકમાં કરેલ છે.આ કામગીરી પૂર્ણ કરવા જિલ્લા પંચાયત કચ્છ દ્વારા આધાર બેઝ ઓનલાઈન પોર્ટલ બનાવામાં આવ્યું હતું.જેના આધારે આ કામગીરી સરળ બનેલ છે.આ પોર્ટલ દ્વારા આધાર કાર્ડ અને બેંક ખાતાના આધારે ૮૦૦૦ થી પણ વધુ ડુપ્લીકેટ અરજીઓ ચકાસણી દરમ્યાન પોર્ટલ દ્વારા ધ્યાન પર આવતાં રૂપિયા ૫,૪૦,૦૦,૦૦૦(રૂપિયા પાંચ કરોડ ચાલીસ લાખ) રકમની સરકારમાં બચત થયેલ છે.આ પોર્ટલ બનવાથી તલાટી તથા TDO લેવલમાં અરજીઓ બાકી છે તેનું લાઈવ સ્ટેટસ પોર્ટલ દ્વારા જિલ્લા કક્ષાએ મોનીટરીંગ કરવા માટે જાણી શકાતું હતું.જેથી દરરોજ તલાટી,ગ્રામ સેવકને કરવાના થતા ૧૮૦૦ થી વધુ ફોન કોલ્સ દ્વારા માહિતી મેળવાની જહેમત દુર થયેલ છે.ઓટોમેટીક સહાયની રકમની ગણતરી,આધાર કાર્ડ લીંક તથા બેંક IFSC કોડ લિન્કિંગ થી ચોકસાઈ મેળવી માનવીય ભૂલો થવા પામેલ નથી.

ખેડૂતોને ઝડપથી રૂપિયા સો કરોડ થી વધુ રકમની સહાય ચૂકવવા ખેડૂતોના આજના સુવર્ણ દિવસ માટે જિલ્લા પંચાયત કચ્છ ગર્વની લાગણી અનુભવે છે.

હાલમાં કેન્દ્ર સરકાર દ્વારા PM KISAN યોજનાની જાહેરાત અન્વયે નાના તથા સીમાંત ખેડૂતોનો જરૂરી DATABASE ઉપલબ્ધ થયેલ છે.જેથી આ યોજનામાં ખેડૂતોને ઝડપથી ચૂકવણામાં સરળતા ઉપલબ્ધ કરી યોજનાનું અમલીકરણ થઇ શકશે.

ક્રોપ ઈનપુટ સહાયની કામગીરી ૪૮ કલાકમાં પૂર્ણ કરવા જિલ્લા પંચાયત કચ્છની આ કામગીરી ટૂંક સમયમાં અને ઝડપથી પૂર્ણ કરવામાં સંકળાયેલ તમામ તલાટી,ગ્રામસેવક,વિસ્તરણ અધિકારી,તાલુકા વિકાસ અધિકારી,તાલુકા અમલીકરણ અધિકારી(ખેતી),તાલુકા પંચાયત સ્ટાફ,જિલ્લા પંચાયત સ્ટાફ દ્વારા દિવસ રાત તેમજ રજાના દિવસો જોયા વિના પણ કામગીરી કરી આ લક્ષ્યાંક સિધ્ધ કરવા બદલ સૌને અભિનંદન સાથે આભાર વ્યક્ત કરવામાં આવે છે.

ગૌતમ બુચિયા
રિપોર્ટર કચ્છ
૯૭૧૪૦૬૫૪૦૫

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY